SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ એ સૂત્રો ભાવિત બનાવવાના છે. * પાંચેય પ્રકારનો સ્વાધ્યાય એક પ્રકારનો તપ છે. સ્વાધ્યાય તો એવો તપ છે જેની તોલે બીજો કોઇ તપ આવ્યો નથી ને આવશે નહિ. * સ્વાધ્યાયનો ૪થો પ્રકાર ‘અનુપ્રેક્ષા' છે. અનુપ્રેક્ષા એટલે કવિની ઉત્પ્રેક્ષા નહિ. જે ભણ્યા છો, તેની જ પ્રેક્ષા કરવાની છે. એવી અનુપ્રેક્ષા સર્વ કોઇ કરી શકે. એના માટે મહાન પ્રતિભાશાળી હોવું જરૂરી નથી. * આજે તમારી પાસે બુદ્ધિ વધુ હોય તો માનજો ઃ પૂર્વજીવનમાં જ્ઞાન સાધના જોરદાર કરેલી છે. હવે એ બુદ્ધિને ક્યાં લગાડવાની ? અહીં તો કહે છે : બુદ્ધિ ઘણી હોય કે થોડી પણ જ્ઞાનનો પ્રયત્ન ચાલુ જ રાખો. [ગાથા – ૯૦] જ્ઞાન જ એવી મૂડી છે, જેને આપણે પરલોકમાં પણ સાથે લઇ જઇ શકીએ. આપણી ઉપધિ, શરીર વગેરે બધું જ અહીં જ રહી જવાનું છે, એ તો ખબર છે ને ? * પાસેની ઓરડીમાં કોઇ માંદું હોય, તો પણ આપણે ન જઇએ. પણ આપણા ભગવાન કેવા ? ચંડકોસિઆને ત્યાં વગર બોલાવ્યે ગયા. ભગવાનને ચંડકોસિયો ભયંકર રીતે બીમાર લાગ્યો. આથી જ સહજ પરોપકારી સ્વભાવના કારણે ભગવાન ત્યાં ગયા. ભગવાન ચંડકૌશિકના કોઇ સગા ન્હોતા, પૂર્વભવનો પણ કોઇ સંબંધ હોય, તેમ પણ સાંભળવા મળ્યું નથી. છતાં ભગવાન ગયા. બીજો કોઇ સંબંધ હોય કે ન હોય, જીવત્વનો તો સંબંધ છે જ ને ? * એક વખતે તમે ચૂંટાઇને ઊંચા પદે પહોંચી જાવ, પણ ત્યાં ગયા પછી એશ આરામ જ કરો, પ્રજાના કોઇ કામ ન કરો તો પ્રજા ફરી તમને ચૂંટીને મોકલે ? પાંચમા પરમેષ્ઠીના ઊંચે પદે આપણે બધા પહોંચેલા છીએ. હવે જો અહીં કામ ન કરીએ તો ફરી આ બધું મળવાનું ? જે વસ્તુનો સદુપયોગ ન કરીએ, કુદરત એ વસ્તુ ફરી આપણને આપતી કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨ ૧૦૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy