SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણી વાર મનમાં થાયઃ સાક્ષાત્ તીર્થકર ભલે જોવા નથી મળ્યા, પણ એમના પુણ્યની કંઈક ઝલક અમને અહીં જોવા મળી, એ પણ અમારું ભાગ્ય છે. ભગવાનનું નિરંતર ધ્યાન ધરનારનું પણ આટલું પુણ્ય હોય તો સાક્ષાત્ ભગવાનનું પુણ્ય કેવું હશે ? અરિહંત પ્રભુ પુણ્યના ભંડાર કહેવાયા છે. એમનું ધ્યાન ધરનાર પણ પુણ્યવાન બને જ, એનું ઉત્તમ ઉદાહરણ પૂજ્યશ્રી છે. પૂજ્યશ્રીનું જીવન, પૂજ્યશ્રીની કમનીય કાયા, નિત્ય નિરંતર પ્રસન્નતાથી છલકાતો ચહેરો – આદિ જોઈને આપણને સિદ્ધયોગીના લક્ષણો યાદ આવે. શાર્ગદરપાતિનામના અજૈન ગ્રંથમાં યોગીના પ્રાથમિક ચિહ્નો આ પ્રમાણે કહ્યા છેઃ अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ॥ (સ્કંદપુરાણ, શ્વેતાશ્વતર ઉપનિષદ્ આદિમાં પણ આવો જ શ્લોક છે. આપણા યોગ ગ્રંથોમાં પણ શ્રી હરિભદ્રસૂરિજી દ્વારા આ શ્લોકનું ઉદ્ધરણ થયેલું છે.) અલોલુપતા, આરોગ્ય, કોમળતા, શરીરમાં સુગંધ, મૂત્રાદિની અલ્પતા, શરીર પર ચમકતી આભા, ચહેરા પર પ્રસન્નતા, અવાજમાં સૌમ્યતા - આ બધા યોગીના પ્રાથમિક લક્ષણો છે. આ આઠે-આઠ લક્ષણો પૂજ્યશ્રીમાં આપણને દેખાશે. યોગની સિદ્ધિ થઈ છે કે નહિ? તેની નિશાની કઈ? પોતાને અને બીજાને યોગસિદ્ધિની શી રીતે ખબર પડે ? આપણા આવા પ્રશ્નોના જવાબમાં સ્કંદપુરાણ કહે છે : अनुरागं जनो याति, परोक्षे गुणकीर्तनम् । न बिभ्यति च सत्त्वानि, सिद्धे लक्षणमुच्यते ।। જેને જોઈને લોકો અનુરાગી બની જાય, ગેરહાજરીમાં પણ જેમના ગુણો ગવાયા કરે, જેમનાથી પ્રાણીઓ ડરે નહિ. આ યોગની સિદ્ધિના લક્ષણો છે. યોગશાસ્ત્રના બારમા પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે : अङ्गमृदुत्व - निदानं स्वेदन - मर्दन - विवर्जनेनाऽपि । स्निग्धीकरणमतैलं प्रकाशमानं हि तत्त्वमिदम् ।। अमनस्कतया संजायमानया नाशिते मनःशल्ये । शिथिलीभवति शरीरं छत्रमिव स्तब्धतां त्यक्त्वा ।। યોગશાસ્ત્ર, ૧૨ - ૩૭/૩૮
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy