SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ વહોરી આવે, ગુરુ દિવસને રાત કહે તો પણ “તહરિ' કહે. ખાસ કરીને છેદ ગ્રંથો વંચાવતાં પહેલાં શિષ્ય પરિણત, અપરિણત કે અતિપરિણત છે ? તે જાણવા ગુરુ આવી પરીક્ષા કરતા હોય છે. * પાંચ પ્રતિક્રમણ [આવશ્યક સૂત્રો] પૂરેપૂરા અર્થ સહિત આવડે છે ? કેટલાને બરાબર આવડતા હશે ? - પ્રકાશ વગરનો દીવો કાર્યકારી ન બને તેમ અર્થ વિના સૂત્ર કાર્યકારી ન બની શકે. માટે એ તરફ દુર્લક્ષ સેવીએ તે બરાબર નથી. * શ્રદ્ધા સિમ્યગૂ દર્શન], જાણકારી [જ્ઞાન] કે ઉદ્યમ [ચારિત્ર] માં જેટલો ઓછો પ્રયત્ન તેટલી આપણી મોક્ષની ઈચ્છા ઓછી છે, એમ માનવું. ઉપાયમાં પ્રયત્ન ઓછો તેમ ઉપેયની ઇચ્છા ઓછી જ માનવી રહી. ધીમે ચાલવાનો અર્થ જ એ કે મંઝિલે પહોંચવાની ઉતાવળ નથી. * આપણા પૂ. ઉપા. યશોવિજયજી મ. કહે છે : જિહાં લગે આતમ તત્ત્વનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું કિમ આવે તાણ્યું ?' નરસૈયો કહે છે : “જિહાં લગે આતમાતત્ત્વ ચિન્યો નહિ; તિહાં લગે સાધના સર્વ જૂઠી.” આ આત્માને ક્યારે જાણીશું? ક્યારે એમાં રમમાણ બનીશું? રત્નત્રયી આત્મામાં જવા માટે જ છે. * કોઈ ગૃહસ્થ કમાણી કરીને લાવેલા પૈસા એમને એમ મૂકી ન દે, ખોવાઈ જાય તેમ ન રાખે. આપણે જ્ઞાનની મૂડી એ રીતે સંભાળીએ છીએ ? કે એ બધું ભૂલાઈ ગયું ? આજે કેટલું કંઠસ્થ છે? આપણે કરવા ટાઈમે કરી લઈએ. પછી એક બાજુ મૂકી દઈએ છીએ. સંસ્કૃત ભણનારાઓને પૂછો : સ્વાધ્યાય હવે અભરાઈએ નથી કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૧૦૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy