SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ હોવું જોઇએ. * મરુદેવી માતાની અનિત્ય ભાવના ઊંડાણથી સમજવા જેવી છે. બધું અનિત્ય છે તો નિત્ય કોણ ? નિત્યતત્ત્વ અંદર હોવું જ જોઈએ. એ નિત્ય આત્મતત્ત્વ પામવાની તીવ્ર તાલાવેલી જ તેમને કેવળજ્ઞાન તરફ દોરી ગઈ. પ્રભુને જોઈ તેમને પોતાની અંદર રહેલા નિત્ય પ્રભુ દેખાયા. * એક બાજુ ૧૪ પૂર્વનું જ્ઞાન ને બીજી બાજુ ભાવિત બનેલું માત્ર અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન-બને સમાન કહ્યા છે. આવી બધી વાતોનો અવળો અર્થ લઈને ભણવાનું બંધ નહિ કરી દેતા. ભાવના જ્ઞાન પણ ક્યારે આવે ? એની પૂર્વ ભૂમિકામાં ચિંતાજ્ઞાન જોઈએ. એ પણ ક્યારે આવે ? એની પૂર્વભૂમિકામાં શ્રુતજ્ઞાન જોઇએ. માટે જ શ્રુતજ્ઞાન પર આટલું મહત્ત્વ આપવામાં આવે છે. * ચંદાવિય પન્નામાં વિનય, શિષ્ય, આચાર્ય (ગુરુ) આદિનું વર્ણન કર્યું. હવે જ્ઞાનદ્વાર ચાલે છે. આત્માને ઓળખાવનાર જ્ઞાન છે. તમે શરીર નથી, જડ નથી તમે જ્ઞાનમય આત્મા છો. શરીર બળી જશે, જ્ઞાન નહિ બળે. * ભગવાનના દ્રવ્ય, ગુણ-પર્યાયના ચિંતન વિના શુદ્ધ આત્મદ્રવ્યનું, ગુણ-પર્યાયનું ચિંતન આવી શકે નહિ. જન્મથી જ બકરાના ટોળામાં રહેલો સિંહ, બીજા સિંહને જોયા વિના કે તેના ચિત્રને જોયા વિના પોતાનું સિંહપણું કઈ રીતે જાણી શકે ? કેટલાક પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય “કરણ' [બીજના ઉપદેશ) થી જાણે. કેટલાક “ભવન'થી સિહજપણે જાણે. જોકે “ભવન'માં પણ પૂર્વભવમાં ઉપદેશ કારણ તો ખરું જ. * તમે હૃદયમાં માત્ર આરાધકભાવ પ્રગટાવો. પછીની જવાબદારી ભગવાનની. તમે માત્ર સાર્થમાં જોડાઈ જાવ, સંપૂર્ણ સમર્પિત બની જાવ. પછી મુક્તિપુરીમાં લઈ જવાની જવાબદારી સાર્થવાહરૂપ ભગવાનની છે. * જગતમાં વ્યાધિ છે તો તેને મટાડનારી દવા પણ છે. રાગ ૧૬૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy