SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વર્જિત ગણાવતા. * “હે છ જવનિકાયના જીવો ! આજથી હું તમને પીડા આપીશ નહિ, અપાવીશ નહિ. પીડાકારકને અનુમોદીશ નહિ.” આવી પ્રતિજ્ઞા સભા વચ્ચે લઇને આપણે સાધુ બન્યા છીએ. હવે જો છ જીવ નિકાય પ્રતિ આપણી દયા ચાલી ગઈ તો આપણી પાસે રહ્યું શું ? કરુણા તો આપણું ધન છે. એ ગઈ એટલે આપણે નિર્ધન બની ગયા. પૂ. ઉપા. મ.ના ચાબખા સાંભળવા જેવા છે : “નિર્દય હૃદય છકાયમાં, જે મુનિ વસે પ્રવર્તે રે; ગૃહીયતિ લિંગથી બાહિરા, તે નિર્ધન ગતિ વર્તે રે.' * સાધુઓ સ્વયં તીર્થરૂપ છે. તીર્થની જેમ લોકો સાધુઓના દર્શન કરવા આવે છે. “ધૂનાં વર્શ પુષ્ય, તીર્થમૂતા દિ સાધવઃ ' આવા સાધુઓને નમન કરવાનું મન ક્યારે થાય ? પૂર્વના કોઈ પુણ્ય જાગ્યા હોય તો જ. * “સોનાણી પરે પરીક્ષા દિસે.” સોનાને જેમ જેમ તપાવો તેમ તેમ વધુને વધુ ચમકે, સાધુની તમે પરીક્ષા કરો તો વધુને વધુ નિખરે. આવા સાધુઓ આ કાળમાં ન દેખાય તો દેશ-કાળ પ્રમાણે સાધના કરતાં સાધુઓમાં ગૌતમસ્વામીનું દર્શન કરજો. * “અપ્રમત્ત જે નિત્ય રહે.” જે નિત્ય અપ્રમત્ત રહે, અનુકૂળતામાં હરખાય નહિ, પ્રતિકૂળતામાં કરમાય નહિ, એવો આપણો આત્મા જ નૈશ્ચયિક દષ્ટિએ સાધુ છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૧૫૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy