SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ નવવાડોનું ઉત્કૃષ્ટ પાલન કરતા. | કચ્છ છોડીને બહાર જવાની એમની મુદ્દલ ઇચ્છા નહિ. છતાં લાભાલાભ જોઈ નવસારી [વિ.સં.૨૦૨૬] ચાતુર્માસ કર્યું. પાટ પરથી પડી જતાં ફ્રેકચર થયું. જેના કારણે છેલ્લા બે વર્ષ પાટ પર જ રહેવું પડ્યું. ઓપરેશનની અમે ના પાડી છતાં, નાનાલાલ ઘેલાભાઈના અતિ આગ્રહથી ઓપરેશન કરાવેલું. વિ.સં. ૨૦૨૯માં હું રાધનપુર દીક્ષા આપવા ગયેલો. પાછા વળતાં રસ્તામાં ચૈત્રીની ઓળી માટે ખૂબ જ વિનંતીઓ થઇ, પણ અમે ન સ્વીકારી, ઓળી પહેલા અમે આધોઈ આવી પહોંચ્યા. ચૈત્ર સુદ-૧૪ના તેઓશ્રીનો સ્વર્ગવાસ થઈ ગયો. તેઓ તો ગયા, પણ લાકડીઆમાંથી હવે કોણ તૈયાર થશે ? એમના ભત્રીજા કાન્તિલાલ દીક્ષિત બને તેમ હતા. આજે પંડિત તરીકે કલકત્તામાં છે, બ્રહ્મચારી છે, પણ દીક્ષા લઈ શક્યા નથી. ઓળી કરાવનાર કુબડીયા પરિવારમાંથી કોઈ તૈયાર થશે ? એક બહેન તથા એક ભાણેજ તો દીક્ષિત બન્યા છે. હવે એમના માર્ગે બીજા કોઈ આવશે ? સ્વ. પૂજ્યશ્રીનો ભક્તિયોગ પણ પ્રબળ હતો. આઠમ-ચૌદશના દિવસે નવા-નવા દેરાસરોમાં તેઓ ખાસ દર્શન કરવા જતા. અહીં પાલીતાણામાં ઘણા દેરાસર છે. આ નિયમનું પાલન કરજો. એક ચૈત્યવંદન સંઘ તરફથી પણ કરવું જોઈએ. ખામણામાં આ વાત આવે છે ને ? આ વાત મને આજે દાદાના દરબારમાં ખાસ યાદ આવી. જો કે, હું ચતુર્વિધ સંઘ તરફથી બધાને યાદ કરવાપૂર્વક દર્શન કરું છું. તમારાવતી મેં દર્શન કર્યા તો હવે તેની અનુમોદના કરજો. | નાના મુનિ પણ દર્શન કરી આવ્યા હોય તો મોટા આચાર્ય પણ તેની અનુમોદના કરે. ‘અદમવિ વંદાજે રૂાડું !' અનુમોદનાથી પુણ્યનો ગુણાકાર થતો જાય છે. - હરિભદ્રસૂરિ ત “શ્રાવક પ્રજ્ઞપ્તિમાં આ વાતનો ઉલ્લેખ છે. ૧૪૪ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy