SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ * અજ્ઞાનનું જ્ઞાન કરાવે તે જ સાચું જ્ઞાન ! ૧૪ પૂર્વી પણ કહે : આજે ખબર પડી આટલું વિશાળ જ્ઞાન છે ! આથી પહેલા હું અજ્ઞાન હતો. હજુ પણ જ્ઞાન કેટલું બધું બાકી છે ? ૧૪ પૂર્વી પણ આવું વિચારે ત્યારે આપણે કોણ? સારી સ્તુતિ કે સારી સઝાય બોલતાં પણ આપણે કૂદવા લાગીએ છીએ ! ખાબોચીયાના દેડકા છીએ આપણે ! આપણામાં અહંકારનું એકછત્રી રાજ્ય છે. એને નિરખતાં નહિ શીખીએ ત્યાં સુધી આરાધક બનવું મુશ્કેલ છે. * હવે આપણે પાલીતાણા જઈએ છીએ. દોષિત આહારનો ખ્યાલ રાખજો. પૂ. કનકસૂરિજીના સમયમાં કેળા, પપૈયા કે કેરી સિવાય કોઈ ફળો અમે જોયા નથી. ફળ મોટા ભાગે દોષિત હોય છે. * નાના આગળ બેસે મોટા સાધ્વીજી પાછળ બેસે આ કેવું ? વાચનાઓ સાંભળીને આ જ વિનય શીખ્યા ? * પૂ. મુક્તિચન્દ્રસૂરિજીએ પૂ. કનકસૂરિજીને પૂછ્યું : આપના સાધુઓને આપ ભાતાખાતામાંથી વહોરવાની શા માટે ના પાડો છો ? ભાતાખાતાનું તો નિર્દોષ છે. “ભાતાખાતાનું નિર્દોષ છે એ વાત સાચી, પણ એ લાડવા જો ગમી જાય તો પાલીતાણા છૂટે નહિ.' પૂ. કનકસૂરિજીએ સહજતાથી જવાબ આપેલો. ફૂટ તો ખરેખર બંધ કરવા જેવા છે. [બાધા અપાઇ.] + દીક્ષા પહેલા મને એકસણાની ટેવ નહિ, પણ અહીં આવ્યા પછી બધા મહાત્માઓના એકાસણા જોયા. મેં અભિગ્રહ જ લીધો : આજીવન એકસણા કરવા. તબિયત સારી હતી ત્યાં સુધી એકાસણા જ કર્યા. ચાહે ઉપવાસનું પારણું હોય કે અઠાઇનું. ૧૦૪ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy