SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાત મસાલા. ચૈત્ર સુદ-૩ ૭-૪-૨૦૦૦, શુક્રવાર ગાથા-૮૪. * ગિરિરાજની ગોદમાં આવી પહોંચ્યા છીએ. નજર સામે જ દેખાય છે. મંદિરનું શિખર પણ દેખાય છે. ગિરિરાજ જેમ દેખાય છે તેમ સિદ્ધો દેખાવા જોઈએ. આ ગિરિરાજ સિદ્ધોનો મૂર્તિમાન પિંડ છે, એમ લાગવું જોઇએ. * જીવ પર દ્રવ્ય, ક્ષેત્રાદિની અસર પડે છે. જીવની પુદ્ગલો પર ને પુગલોની જીવ પર અસર પડતી જ હોય છે. આ વિશ્વનો નિયમ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને આશ્રયીને જ કર્મો ઉદયમાં આવે છે. અત્યારે બધાને ઉધરસ આવી રહી છે, તેનું કારણ મરચાના પુદ્ગલો છે. ભલે એ દેખાતા નથી, પણ ઉધરસાદિથી એ જણાય છે. સરોવર પાસેથી પસાર થઈએ તો ઠંડક મળે, ભઠી પાસેથી ગરમી મળે, કોલસા પાસેથી કાળાશ મળે, તેમ નિમિત્તો દ્વારા આત્માને તેવું-તેવું શુભાશુભ મળતું રહે છે. * કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચન્દ્રસૂરિજીનું મૃત્યુ આકસ્મિક થયેલું. તેમની ગોચરી માટે ગયેલા સાધુના પાત્રામાં રસ્તામાં મળેલા એક બાવાજીએ નખથી લાડવામાં ઝેર દાખલ કરી દીધેલું. બાવાજીનો ૧૦૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy