SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે માત્ર એકાગ્રતા નથી, નિર્મળતાપૂર્વકની એકાગ્રતા ધ્યાન છે. પ્રશ્ન : ધ્યાનની વિધિ શીખવાડો. ઉત્તર : ધ્યાન માટે સમય કોને છે ? છાપા વાંચનારાઓને, વાતો કરનારાને, ભક્તોના ટોળામાં રહેનારાને વખત છે ? ધ્યાન માટેની પૂર્વભૂમિકા તૈયાર કરો, ભગવાનની અનન્યભાવથી ભક્તિ કરો, શરણાગતિ સ્વીકારો. પછી ધ્યાન પોતાની મેળે આવશે. ધ્યાન કરવાથી થતું નથી, પ્રભુ-કૃપાથી સ્વયં અવતરે છે. આપણે માત્ર પૂર્વભૂમિકા તૈયાર કરી શકીએ. ઊંઘ પ્રયત્નપૂર્વક લાવી શકાતી નથી, આપણે માત્ર ઊંઘ માટેની પૂર્વભૂમિકા તૈયાર કરવાની છે. આખરે ધ્યાન કોનું થશે ! જે પ્રકારની જીવનચર્યા હશે તેનું થશે. પદ્માસન લગાવી, બિંદુ કલા વગેરેનું ધ્યાન હું શીખવતો નથી. એ તો માત્ર ધારણાના પ્રકારો છે. ખરેખર જીવન નિર્મળ બને, પ્રભુ-ભક્તિથી રંગાઈ જાય, ત્યારે પ્રતિક્રમણના સૂત્રો વગેરે પણ ધ્યાનરૂપ બની જાય. એટલે જ મને પ્રતિક્રમણના સૂત્રો વગેરેમાં આટલી વાર લાગે છે. એટલો આનંદ આવે કે મન ત્યાં જ રમમાણ થઈ જાય. * રોગની દવા ત્યારે ને ત્યારે જ ન થાય, થોડો કાળક્ષેપ થવો જોઇએ. આ જ વાત ક્રોધાદિના આવેશની છે. આથી જ હું બે ઝગડતા હોય ત્યારે તરત જ વચ્ચે નથી પડતો. તમને એમ થતું હશે : મહારાજ કેમ નથી બોલતા ? પણ હું આવેશ શમે તેની રાહ જોઉં છું. આવેશ વખતે કાંઈ પણ કહેવામાં આવે તે વ્યર્થ છે. શરૂઆતમાં જથ્થાબંધ કર્મો ઉદયમાં આવતા હોય છે. કર્મનો નિષેક એવા પ્રકારનો હોય છે. * ભગવાનની ભક્તિ તો હું કદી જ છોડવાનો નથી. આ ભક્તિને હું ભવાંતરમાં પણ સાથે લઈ જવા માંગું છું. * શુકલધ્યાનનો પૂર્વાર્ધ કેવળજ્ઞાન આપે છે ને ઉત્તરાર્ધ અયોગી ગુણઠાણે લઈ જઈ મોક્ષ આપે છે. કેવળજ્ઞાન અને મોક્ષ પણ ધ્યાન વગર ન મળી શકતા હોય તો બીજા [૪-૫-ક વગેરે] ગુણઠાણા કહ્યું કલાપૂર્ણસૂરિએ લ૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy