SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ જ દુ:ખભાવિત જ્ઞાન પરિપકવ કરવા માટે પરિષહો સહન કરવા જરૂરી છે. અજ્ઞાની હાયવોયથી ભોગવે છે. જ્ઞાની આનંદપૂર્વક ભોગવે છે. ભગવાન પણ જે પરિષહ સહે તેમાં જરૂર કાંઈ રહસ્ય હોવું જોઈએ. જ ઘણા કહે છે : “હું માળા નહિ ગણું. કારણ મન સ્થિર નથી રહેતું.' પણ મન સ્થિર ક્યારે રહેશે ? માળા ગણશો તો ક્યારેક એકાદ નવકારમાં મન સ્થિર થશે. પછી ધીરે ધીરે આગળ વધાશે. જો સીધું જ મન એકાગ્ર બની જતું હોય તો પૂ. ઉપા. યશોવિજયજી મ.સા. મનના પાંચ પ્રકાર બતાવત નહિ. “એકાગ્ર” મન એ તો મનનો ચોથો પ્રકાર છે. જ એકાસણાની ટેવ કદી છોડતા નહિ. અમે વર્ષો સુધી એકાસણા કરેલા છે. અટ્ટાઈના પારણે પણ એકાસણા, બેસણા તો બહુ જ સમજાવટ પછી આવેલા. એક દીક્ષાર્થીએ પૂ. કનકસૂરિજી મ.સા.ને કહેલું : બિઆસણાની છૂટ આપો તો આપની પાસે દીક્ષા લેવી છે. “મારે કોઈ શિષ્યનો મોહ નથી. પૂ. જીતવિજયજી મ.સા.ની મર્યાદા પ્રમાણે અહીં તો એકાસણા જ કરવાના છે.” પછી તેમણે બીજા સમુદાયમાં દીક્ષા લીધી. એકાસણાની પદ્ધતિથી ઘણા દોષોથી આપણે બચી જઈએ. સ્વાધ્યાય વગેરે માટે ખૂબ જ સમય મળી શકે. ભોજન વગર તનને તૃપ્તિ ન થાય. તેમ સ્વાધ્યાય વિના મનને તૃપ્તિ ન થાય. છે. કોઈપણ ક્રિયા વખતે આનંદ આવે તો સમજી લેવું મન સ્થિર થઈ ગયું છે. તે વખતે પ્રભુ મળી ગયા છે, એમ માનજો. કારણ કે પ્રભુ મિલન વિના આનંદ ક્યાંયથી આવતો નથી. - મનની સ્થિરતાની ઘડીઓ ઘણી ઓછી હોય. છાપા વગેરે મનને વિક્ષિપ્ત કરનારા પરિબળો છે. વિ.સં. ૨૦૨૨માં ભુજમાં કોઈ ભાઈએ મને કહેલું : ‘તમે છાપા તો વાંચતા નથી. એ વિના વ્યાખ્યાનમાં તમે શું કહેશો ? વ્યાખ્યાનકારોએ તો ખાસ છાપા વાંચવા જોઈએ.” ૮ * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy