SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય-ગળ વેઠ સાથે પૂજ્યશ્રી, સુરેન્દ્રનગર, વિ. ૨૬-૩-૨૦૦૦ દ્વિતીય જેઠ વદ ૧૨ ૧૦-૦૭-૧૯૯૯, શુક્રવાર પરમાત્મા પ્રત્યે ભક્તિ બહુમાન વધે તેમ તેમ આપણામાં ગુણો પ્રગટ થતા જાય. કોઈ સામાન્ય માણસની સેવાથી પણ ગુણો વધે તો પ્રભુની સેવાથી શું ન થાય ? ગુણો બહારથી નથી આવતા, અંદર જ પડેલા છે. માત્ર આપણે તે અનાવૃત્ત કરવાના છે. બાહ્ય ઝાકઝમાળ માટે જ જો આપણને ગુણો જોઈતા હોય તો આપણી વચ્ચે અને અભવ્ય વચ્ચે કશો ફરક નથી. ગુણોના આર્વિભાવની નિશાની આનંદનો અનુભવ છે. સંકલેશ દુર્ગુણોની નિશાની છે. બાહ્ય પદાર્થ-સંપત્તિની પ્રાપ્તિમાં થતો ‘આનંદ’, આનંદ નથી, પણ મોહરાજાની લોભામણી જાળ છે, રસઋદ્ધિ કે સાતાગાવની એ જાળ છે. એમાં આસક્ત થઈને કેટલાય મહાત્માઓ અવગતિ પામ્યા છે. શાસન-સેવાના બદલે જો આપણે સ્વ-ભક્તિમાં એને ફેરવી દઈએ તો મોહરાજાની ચાલમાં ફસાઈ ગયા છીએ, એમ જાણવું. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * ૧૭
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy