SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર હો !'માં નહિ. કાયા શાણી છે. વાણી પણ શાણી છે. આપણે કહીએ ને તરત જ માની જાય. પણ સવાલ છે મનનો. આપણે કહીએ ને મન માની જાય, એ વાતમાં માલ નહિ, માની જાય એ મન નહિ. કાયા માની જાય એટલે સ્થાનયોગ સધાય. વચન માની જાય એટલે વર્ણ યોગ સધાય. પણ મન જો માની જાય તો જ અર્થ અને આલંબન યોગ સધાય. મન ચપળ છે એટલે એકી સાથે ઘણા કામ કરી શકે. અહીં મનને બે કામ સોંપવામાં આવ્યા છે. અર્થ અને આલંબનના. કાયા અને વાણીથી અનેકગણી કર્મ - નિર્જરા મન કરાવી આપે છે અને કર્મબંધન પણ એટલું જ કરાવી આપે. વિષય-કષાયને સોંપેલું મન સંસાર બનાવી આપે. ભગવાનને સોંપેલું મન ભગવાન મેળવી આપે. માટે જ મોહરાજાનો પહેલો હુમલો મન પર થાય છે, જેમ શત્રુ પહેલો હુમલો એરપોર્ટ પર કરે છે ! ચેત્યવંદન તમે પ્રભુનું કરો છો, એમ નહિ, તમારી જ શુદ્ધ ચેતનાનું કરો છો. ભગવાન એટલે તમારું જ ઉજ્જવલ ભવિષ્ય ! તમારી જ પરમ વિશુદ્ધ ચેતના ! ભગવાનની પ્રતિમામાં આપણું ભાવિ પ્રતિબિંબ નિહાળવાનું છે. એ સંદર્ભમાં ભૂલાઈ ગયેલા આત્માને યાદ કરવાની કળા એ ચૈત્યવંદન છે. ભુવનભાનુ કેવળીનું હોય કે મરીચિનું હોય, એમણે કરેલી ભૂલો, ભૂલોની મળેલી સજા, એ બધામાં આપણું પોતાનું ચરિત્ર જુઓ. એમણે કદાચ એક જ વાર ભૂલ કરી હશે. આપણે અનંતીવાર કરી છે. હવે ભૂલો ન થવી જોઈએ, એ શીખવાનું છે. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા - આ ત્રણે પ્રકારે બીજા જીવો છે, એમ નહિ, પણ આપણા ખુદમાં આ ત્રણ અવસ્થા પડેલી છે, એમ સમજો. ૮ * * * * * * * * * – કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy