SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ प.पू. आचार्य श्री विजय देवेन्द्रसूरिजी की कृपा पूज्यश्री पर દ્વિતીય જેઠ વદ ૯ ૦૭-૦૭-૧૯૯૯, બુધવાર ભવના રાગીને વિષય-કષાય વિના ચેન ન પડે, તેમ ભગવાનના રાગીને ભગવાન વિના ચેન ન પડે. આ જ પ્રીતિયોગ છે. જેના પર પ્રેમ થયો હોય તેને સમર્પિત થવું જ પડે, વફાદાર રહેવું જ પડે. આ ભક્તિયોગ છે. જેને સમર્પિત હોઈએ તેની વાત સ્વીકારવી પડે. ‘સ્વીકારવી પડે’ એમ કહેવા કરતાં જ્યાં પ્રેમ-સમર્પણ હોય ત્યાં સહજ રીતે જ તેમની વાત સ્વીકારાઈ જાય છે. આ જ વચન-યોગ છે. જેની વાત સ્વીકારી તેની સાથે એકમેક પણ થવાના જ. આ અસંગયોગ છે. કોઈપણ યોગ (સ્થાન વગેરે કે અહિંસા વગેરે) સિદ્ધ થયો ત્યારે ગણાય જ્યારે તમારા દ્વારા સહજ રીતે જ બીજામાં વિનિયોગ થઈ શકે. નમસ્કા૨ ક૨વાની મારામાં શક્તિ નથી, યોગ્યતા પણ નથી. માટે જ શક્રસ્તવમાં ‘નમામિ‘ ન કહેતાં ‘નમુન્થુણં’ (નમોડસ્તુ) કહ્યું : ‘નમોડસ્તુ' એટલે ‘નમસ્કાર હો !’ ‘હું નમું છું' એમ નહિ, ‘હું નમું છું’માં અહંકારની સંભાવના છે. કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy