SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચારેય વાત ગચ્છમાં જ હોઈ શકે. ગચ્છનો આ બહુ મોટો લોભ છે. આ ગચ્છમાં એક-બીજા સહાયક બનવાથી મોક્ષ નિકટ બને છે. આદિનાથ ભગવાનના જીવે પૂર્વભવમાં જીવાનંદ વૈદ્ય તરીકે પાંચ મિત્રો સાથે કેવી મુનિની સેવા કરેલી ? તેના પ્રભાવથી ભરત, બાહુબલી, બ્રાહ્મી સુંદરી અને શ્રેયાંસકુમાર વગેરે બધા અંતિમ ભવે મોક્ષે ગયા. સહકારનો કેટલો મોટો પ્રભાવ છે ? સારણા વગેરે થતા રહે તે ગચ્છમાં રહેનાર શિષ્યનું શીધ્ર કલ્યાણ થાય છે. 5 આજે પૂ.પં. ભદ્રંકરવિજયજીનું થોડું ચિંતન વાગોળીએ. લુણાવાથી (વિ.સં. ૨૦૩૩) કચ્છ આવતી વખતે પ્રસાદી રૂપે જે નોટ આપી, તે ખોલું છું. શુદ્ધ આજ્ઞાયોગ અને ભાવધર્મ શું ચીજ છે ? તે જોઈએ. ધર્મના ૪ પ્રકાર : દાન, શીલ, તપ અને ભાવ. ( ૪ પ્રકારનો ધર્મ સમગ્ર જગતને ઉપકારક છે. ભગવાનના ૪ મુખ ૪ પ્રકારના ધર્મ એકીસાથે બતાવવા જ જાણે કર્યા છે. તેવી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ કલ્પના કરેલી છે. ભાવધર્મ તાત્ત્વિક છે. બાકીના ત્રણ એના સાધક છે. એ ત્રણ વિના ભાવધર્મ ઉત્પન્ન ન થાય. - કેશી અને ગૌતમ મળ્યા ત્યારે ચર્ચા થઈ, સમાધાન થયું. આજની જેમ કોઈ ઝગડા ન થયા. ઉત્તરાધ્યયનમાં આનું એક આખું અધ્યયન છે. પૂ. કનકસૂરિજી “એ દોય ગણધરા” સજઝાય ખાસ બોલતા. સાંભળતાં આનંદ આવતો. છે. બીજા પ્રત્યે ઔચિત્ય સેવીએ ત્યારે આપણા પર જ આપણે ઉપકાર કરીએ છીએ. બીજાને ધર્મમાં જોડવામાં નિમિત્ત બનવું એનાથી બીજું રૂડું શું ? આને “વિનિયોગ' કહેવાય. તમે ખરાબ કરશો તો તમારું જોઈને બીજા ખરાબ શીખશે. મોહરાજાના માલનો વિનિયોગ થશે. તમારે કોનો માલ ખપાવવો છે ? ૫૬૪ * * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy