SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ કારતક સુદ ૯ ૧૭-૧૧-૧૯૯૯, બુધવાર • ગુરુનો પરિવાર તે ગચ્છ. ત્યાં રહેનારને વિપુલ કર્મનિર્જરા થાય. કારણ કે ત્યાં વિનય વિકસે છે, સારણા-વારણાદિ મળે છે. તેથી દોષો દૂર થાય છે. તેમનો વિનય જોઈ નવા પણ તે શીખે. આથી તેની પરંપરા ચાલે. આ ખૂબ મોટો લાભ છે. બીજાની આરાધનામાં કારણ બનવું અતિપ્રશસ્ત લાભ છે. (૧) સારણા - સ્મારણા = યાદ કરાવવું. પડિલેહણ વગેરે કોઈ પણ વાત યાદ કરાવવી. વારણા – નિષેધ કરવો. અશુભ પ્રવૃત્તિથી બીજાને અટકાવવો. ચોયણા - ચોદના – પ્રેરણા. બીજાને ઉંચા ગુણસ્થાનકે ચડવા પ્રેરણા આપવી. જે જે ગુણની યોગ્યતા દેખાય તેમાં પ્રેરણા આપવી. (૪) પડિચોયણા - પ્રતિચોદના - પ્રતિપ્રેરણા : અયોગ્ય વર્તનથી ન અટકે તો તાડનાદિનો પણ પ્રયોગ કરવો. * * * * * * * * * * * ૫૬૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy