SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ આગળના પગથીયા પર જવું હોય તો પાછળના પગથીયા પસાર કરવા પડે. ત્યાં મજબૂતીથી સ્થિર થવું પડે. એના માટે પળ-પળનું ધ્યાન રાખવું પડે. થોડી સાવધાની ગઈ ને ગુણસ્થાનક ગયું. એક સરખું ગુણસ્થાનક તો માત્ર ભગવાનને જ રહે. મળેલી ભૂમિકામાં સ્થિરતા અને આગળ વધવાની પ્રેરણા ક્રિયા કરવાથી મળે છે, એમ આપણને સદ્ગુરુ સમજાવે છે. કેટલાક જીવો સદૂગુરુના સમાગમથી રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ ભેદીને આત્મ-શક્તિ પ્રગટ કરે છે, સમ્ય દર્શન પ્રગટ કરે છે. અહીં થતું જ્ઞાન વિષય પ્રતિભાસ નહિ, પણ આત્મ પરિણતમાનું જ્ઞાન હોય છે. આટલું થઈ જાય તો માનવજીવન સફળ. સમ્ય દર્શન મળતાં ભેદ જ્ઞાન થાય છે. શરીરથી આત્માની ભિન્નતા અનુભવમાં આવે છે. કેટલાક જીવો મરુદેવા માતાની જેમ ગુરુ વિના પણ ગ્રંથિભેદ કરી લેતા હોય છે. ‘દ્રવ્ય ગુણ-પર્યાય અનંતની થઈ પરતીત, જાણ્યો આતમ કર્તા - ભોક્તા ગઈ પરભીત; શ્રદ્ધા - યોગે ઉપન્યો ભાસન સુનય સત્ય, સાધ્યાલંબી ચેતના વળગી આતમતત્ત્વ.” | ૨૦ || કેવળજ્ઞાનાદિના અનંતા પર્યાયોની પ્રતીતિ થઈ. મારો આત્મા સ્વગુણનો કર્તા – ભોક્તા છે, તેની ખાતરી થઈ. તેથી પર – પુદ્ગલનો ભય ટળી ગયો. આવી શ્રદ્ધાના યોગે સુનયનું જ્ઞાન લાધ્યું. (બીજા નયોને ખોટા ન કહેતાં પોતાનું મંડન કરે તે સુનય કહેવાય) આવી ચેતના સાધ્યતત્ત્વનું આલંબન લઈ આત્મતત્ત્વને વળગી રહે છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * ૫૪૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy