SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારનું “પંચ મંગલ મહાશ્રુતસ્કંધ' આ સાચું નામ છે. નવકાર મંત્ર નહિ, મંગળ પણ છે. પરમેષ્ઠીઓ મંગળના મહાકેન્દ્રો છે. પ્રચંડ અવતરણ અને પ્રચંડ સંક્રમણ શક્તિ છે. मां गालयति भवादिति मंगलम् । જે સંસારથી મને ગાળી નાખે તે મંગળ છે. - પાંચ ગુણ : (૧) પરહિત ચિંતા : સ્વાથ્ય આપે, સ્વાર્થી માંદો જલ્દી પડે. સ્વની ચિંતા કેટલી ? પરની ચિંતા કેટલી ? પરહિત ચિંતામાં કાંઈ જ ખર્ચ નહિ, છતાં કઠણ છે. (૨) પરોપકાર : સમૃદ્ધિનું ઉપાદાન કારણ. શ્રીમંતાઈ પરોપકારથી જ સફળ બને. (૩) પ્રમોદભાવ : શિવ-મંગળ તત્ત્વ આપે. આ બધામાં મારા જેવું જ સ્વરૂપ છે તે પ્રમોદભાવથી હું જીવોના વિશુદ્ધ ચૈતન્યની વામથી પૂજા કરું છું, એવો ભાવ પેદા થવો ઘટે. (૪) પ્રતિજ્ઞા : (સત્યનું ઢાંકણું ખોલે) પાંચેય પરમેષ્ઠી કરેમિભંતેની પ્રતિજ્ઞા લઈને બન્યા છે. (૫) પ્રશાંત અવસ્થા : સમતા - સમાધિને આપે. ભગવાનનો આ શંખનાદ છે : તમારે શું જોઈએ છે ? જે જોઈતું હોય તે ગુણ પકડી લો. વિદ્યાસ્નાતક નહિ, વ્રતસ્નાતકોનું અહીં કામ છે. ઉપધાનની માળ એ વ્રતસ્નાતકની ડીગ્રી છે. - ૧૪ પૂર્વનું સમસ્ત સારભૂત જ્ઞાન – “નવકાર' છે. છે જેને નમો તેવા થાવ. T.V. માં જેને નમો તેવા થાવ. - નવકારના અક્ષરો - પાપનું દહન, કૃપાનો સ્પર્શ અને નિર્ભયતાનો આનંદ આપે છે. * નવકાર તપોવનદષ્ટ છે. મંત્રનું દર્શન તપથી થાય છે. આર્ષ શબ્દ (જ રચિત નથી, પરંતુ અનુભૂત - દષ્ટ છે) અણુ-શક્તિ છે, જેના પ્રયોગથી વિસ્ફોટ થાય. ૦ યુગ-યુગ મંત્રના નવા નવા અર્થો સાધક પ્રફુટિત કરે પણ તે સદાય પરસ્પર વિરોધી રહે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * પ૨૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy