SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિજ્ઞા કરું છું, એવો નવકારનો સાધક નિર્ણય કરે. નવકાર સિવાય કોઈપણ મંત્રમાં તેનું ફળ નથી બતાવ્યું, ચૂલિકામાં ફળ કથન છે : સો પંચ નમુક્ષો ! આ નવકાર સર્વ પાપ હટાવશે. એક નમસ્કાર તમામ આરાધનાનો અર્ક છે. ભાવપૂર્વકનો નમસ્કાર ન હોય તો અનુષ્ઠાન દ્રવ્ય બનશે. ચૂલિકા ભાવનમસ્કાર છે. ડૉકટર રોગને બહાર કાઢે તેમ નવકારના અક્ષરો વિભાવને દૂર કરે છે, આઠેય કર્મોને દૂર કરે છે. - નવકારના દર્શનથી દર્શનાવરણીય, - નવકારના સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય, - નવકારમાં પોતાનું જ સ્વરૂપ, ઓહ ! મારું આવું સ્વરૂપ ? એવો ભાવ જોવાથી મોહનીય. - નવકારને નમસ્કારથી અંતરાયકર્મ નષ્ટ થાય છે. અઘાતી કર્મ પણ ધ્યાનથી જાય. દેહ ભૂલાઈ જાય, દેવ રહે. - अहं देहोऽस्मि ॥ स्थाने अहं देवोऽस्मि આવે ત્યારે નામકર્મ, - આત્મસમ સૌ જીવ લાગે તો ગોત્રકર્મ અક્ષરોમાં અદ્વૈત આવે તો આયુષ્ય. - મંગલરૂપ અક્ષરો ગણવાથી વેદનીય કર્મ જાય. ચિત્ત ન લાગતું હોય તો ઉચ્ચારણપૂર્વક નવકાર બોલો અથવા વાંચો. નિર્વિકલ્પ રૂપે ગણો. સાક્ષાત્ અરિહંત સાથે જોડાણ થશે. • શાસ્ત્ર - મંત્રવિત બનવા નહિ, આત્મવિત બનવા નવકારની આરાધના છે. નવકાર શાસ્ત્ર, મંત્ર છે, તેમ આત્મા પણ છે. ૪ તીર્થયાત્રા કરનાર આત્માનુભૂતિ ન કરે તો દ્રવ્યમાત્રા રહેશે. * નવકાર પૂર્ણયોગ છે. બધા જ યોગો તેને પરિક્રમા કરે છે. કોઈ જ યોગ બાકી નથી. પર # # # # # # # # # # # # કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy