SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચય નયથી ભલે આત્મા કર્મથી અલિપ્ત હોય, પણ વ્યવહાર નયથી કર્મથી લિપ્ત છે. જેટલો સમય કર્મના સંયોગમાં ગયો, એટલો જ સમય કર્મના વિયોગમાં જાય, એવું નથી. ચરમાવર્તકાળમાં આવ્યા પછી તરત જ કામ થઈ જાય. અચરમાર્વતકાળના જીવો અસાધ્ય દર્દી જેવા છે. તેમને માટે કર્મવિગમ મુશ્કેલ છે. બંધક વીર્ય કરણે ઉદેરે, વિપાકી પ્રકૃતિ ભોગવે દલ વિખેરે ! કર્મ ઉદયાગતા સ્વગુણ રોકે, ગુણ વિના જીવ ભવોભવ ઢોકે.” | ૧૩ . કોઈપણ કર્મ આપણા સ્વભાવને રોક્યા વિના ન જ રહે. જે ગુણને રોકતા હોય તેને સારા કેમ કહેવાય ? આથી જ જ્ઞાનીઓ સાતવેદનીયકર્મ જે સુખ આપે છે, તેને પણ સારું માનતા નથી. કારણ કે એ કર્મ આત્માના અવ્યાબાધ સુખને રોકે છે. આઠેય કર્મનો રાજા મોહનીય છે. એ બે ગુણને (દર્શન અને ચારિત્રને) રોકે છે. માટે જ મોહનીયના ક્ષયોપશમ વિના સાધનામાં એક ડગલું આગળ વધી ન શકાય. ગુણોની જ્યારે જ્યારે ઉપેક્ષા કરીશું ત્યારે ત્યારે કર્મ બાંધવાના જ. એક પણ દોષ જુઓ ને તે જ વખતે રવાના કરો. અગ્નિના એક કણનો પણ તમે ભરોસો નથી કરતા તેમ દોષના એક અંશનો પણ ભરોસો નહિ કરતા. એટલા માટે જ ગુણી પુરુષોનું આલંબન અને અનુમોદન જરૂરી ગણાવ્યું છે. એના પ્રભાવે આપણે પ્રચ્છન્ન ગુણોનો આવિષ્કાર કરી શકીએ. હવે ગુણો પ્રગટાવવા પુરુષાર્થનો યજ્ઞ શરૂ કરી દો. દૃઢ નિર્ણય કરો : મારે ૬૬ સાગરોપમમાં તો મોક્ષે જવું જ છે. એનાથી પહેલા મોક્ષ મળી જાય તો બહુ જ સારું, પણ ૬૬ સાગરોપમથી વધુ મોડું તો નથી જ કરવું. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * | * * * * * * * * * * * ૫૧૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy