SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ આ ત્રણેયનું એકીકરણ સમાપત્તિ છે. - નવપદો અંગે જેટલી આજે કૃતિઓ મળે છે, એ કૃતિઓ, એમણે ધ્યાનથી અનુભૂતિ કરીને બનાવેલી છે. બનાવેલી છે.' એમ કહીએ તે કરતાં “બની ગઈ છે. એમ કહેવું ઠીક પડશે. એમના શબ્દોથી એમની સાધના જણાય છે. આચાર્ય પદ : નમું સૂરિરાજા સદા તત્ત્વ તાજા, જિનેન્દ્રાગમે પ્રૌઢ સામ્રાજ્ય ભાજા; પવર્ગવતિગુણે શોભમાના, પંચાચારને પાલવે સાવધાના.” સૂર્યનો ઉદય થતાં ચન્દ્રાદિનું તેજ ઝાંખું પડી જાય છે. જ્યોતિષમાં પણ રવિયોગ પ્રબળ હોય ત્યારે બીજા યોગો નબળા પડી જાય છે. શાસનમાં સૂરિ ભગવંત પ્રભાવક બને છે ત્યારે અન્ય દર્શનીઓ ઝાંખા બની જાય છે. નમું સૂરિરાજા, સદા તત્ત્વ તાજા, એમની પાસે નવું-નવું તત્ત્વજ્ઞાન ઝર્યા જ કરે. આથી તત્ત્વ તાજા કહ્યું. ફલોદીમાં પૂ. લબ્ધિસૂરિ મ. નું ચાતુર્માસ. ફુલચંદજી ઝાબક ખૂબ જ તત્ત્વપ્રેમી. વિદ્વાનોને વિદ્વદ્દગોષ્ઠી ગમે. આચાર્યશ્રી પાસે તેઓ રાત્રે ગૂઢ પ્રશ્નો કરે. અમે પૌષધમાં હોઈએ ત્યારે ઘણીવાર સાંભળીએ. રાત્રે ૧૨ પણ વાગી જાય. તત્ત્વની વાતોમાં રાત વીતી જાય. આચાર્ય આવા ‘તત્ત્વ-તાજા' હોય. - આચાર્યમાં ગુણ કેટલા ? પવર્ગ – વર્ગિત'. એટલે ? ૬ નો વર્ગ - ૩૬. ૬ X ૬ = ૩૬. ૩૬નો વર્ગ - ૧ ૨૯૬. ૩૬ x ૩૬ = ૧૨૯૬. આટલા ગુણો આચાર્યના હોય. સાવધાન થઈને પંચાચાર પાળનારા હોય. ૧૦ વર્ષની ઉંમરથી (ઠેઠ હૈદ્રાબાદથી) હું આ કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * ઝ - ગ ગો * * * * * ૪૨૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy