SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ (બીજો સમય પણ નહિ. “સમય - પએ સંતર અણફરસે...') ઉપર જઈને વસો. આત્મા કર્મમુક્ત બની ઉપર કઈ રીતે જાય છે ? તે જણાવવા ૪ દૃષ્ટાંતો બતાવ્યા છે : (૧) પૂર્વપ્રયોગ : કુંભારનો ચાકડો દંડથી હલાવ્યા પછી પોતાની મેળે થોડીવાર ફરતો રહે છે તેમ સિદ્ધો અહીંથી કર્મમુક્ત બન્યા પછી ઉપર જાય છે. કર્મમુક્ત થવું એ જ એક પ્રકારનો ધક્કો છે, પૂર્વપ્રયોગ છે. - (૨) ગતિ પરિણામ : જીવનો સ્વભાવ છે ઉપર જવાનો. જેમ અગ્નિનો ઉપર જવાનો સ્વભાવ છે. (૩) બંધન છેદ : એરંડાનું ફળ પાકતાં જેમ ઉપર જાય તેમ કર્મમુક્ત થતાં જીવ ઉપર જાય. (૪) અસંગ : માટીના સંગવાળી (લેપવાળી) તુંબડી ડૂબે, પણ માટીનો લેપ નીકળી જાય તો પાણીની સપાટી પર આવી જાય, તેમ કર્મનો લેપ નીકળતાં જીવ ઉપર જાય. - સિદ્ધોનું સુખ કેવું ? ઉપમા ન આપી શકાય તેવું. જન્મથી જ જંગલમાં રહેનારો ભીલ, શહેરમાં રાજાનું સુખ માણીને પાછો ઘેર આવે તો તે કેવી રીતે વર્ણવી શકે ? એવી જ દશા જ્ઞાનીઓની હોય છે. જાણે, પણ બોલી શકે નહિ. આવા સિદ્ધોની ઝલક ધ્યાનદશામાં યોગીઓ ક્યારેક જોઈ લે છે. એ સિદ્ધોનું ધ્યાન થવાથી આપણને સમાધિ લાગે છે. અરિહંતનું ધ્યાન અરિહંત બનાવે તેમ સિદ્ધનું ધ્યાન સિદ્ધ બનાવે છે. આવા સિદ્ધોનું ધ્યાન શી રીતે થઈ શકે ? એમના ગુણોનું, પ્રતિમાનું, “નમો સિદ્ધાણં' એવા પદોનું આલંબન લેવાથી થઈ શકે. » ધ્યાતા ધ્યેય ધ્યાન જ્ઞાતા જ્ઞેય જ્ઞાન સાધક સાધ્ય સાધન ઉપાસક ઉપાસ્ય ઉપાસના ૪૨૦ * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy