SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ તે વખતે પૂ. પ્રેમસૂરિજીના પત્રો આવતા રહેતા : ભણવા આવી જાવ. બાકી રહેલા છેદસૂત્રો પૂરા થઈ જાય. પણ પૂ. દેવેન્દ્રસૂરિજી કહેતા : તમે જાવ તો અહીં મારું શું ? અમે જવાનું માંડી વાળતા. પણ જ્યારે અવસર આવે ત્યારે બરાબર ભણવાનું કરી લેતા. વિ.સં. ૨૦૨૫માં વ્યાખ્યાન પછી પૂ.પં.મુક્તિવિ. (પૂ. મુક્તિચન્દ્રસૂરિ) પાસે પહોંચી જતો. ૩-૪ કલાક પાઠ લેતો. તમે ભલે તપ કરતા હો, પણ ચાલુ તપમાં સેવા ન કરાય, ઉપદેશ ન અપાય, એવું નથી. આહારનું પચ્ચકખાણ માત્ર આપણને છે. બીજાને લાવી આપવામાં પચ્ચક્ખાણ ભાંગે નહિ. ભાંગે તો નહિ, પણ સેવાથી ઉર્દુ એ પચ્ચક્ખાણ પુષ્ટ થાય. નવકારશીમાં બે આગાર : અનાભોગ અને સહસાગાર. અનાભોગ એટલે અજાણપણે થવું અને સહસાગાર એટલે ઓચિંતું થઈ જવું. પોરસીમાં બીજા ચાર આગા૨ : પ્રચ્છન્નકાલ, દિશામોહ, સાધુ વચન, સર્વ સમાધિ પ્રત્યાયિક. આ ચાર વધ્યા. પ્રચ્છન્નકાલમાં સૂર્ય ઢંકાઈ ગયેલો હોય ને ટાઈમનો બરાબર ખ્યાલ ન આવે ત્યારે.. દિશાશ્રમમાં સૂર્યની દિશા ભૂલી જતાં ગરબડ થઈ જાય ત્યારે... સાધુવચનમાં સાધુની ઊઘાડા-પાત્રા પોરસી સાંભળીને પોરસીના પચ્ચખાણ પારી લે. - સવ્વસમાવિત્તિયાગારેણ માં જીવલેણ પીડા થતી હોય, સમાધિ માટે જરૂર પડે, વૈદ્ય કે ડૉકટરને ત્યાં જરૂર પડે ત્યારે... પુરિમઢમાં : એક આગાર વધુ - “મહત્તરાગારેણં' મહાન કાર્ય માટે ગુરુ-આજ્ઞાથી જવું પડે તેમ હોય, શક્તિ ન હોય તો ગુરુ વપરાવે છતાંય પચ્ચકખાણ ન ભાંગે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૩૯૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy