SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ જે સમયે જે ક્રિયા ચાલતી હોય, જે જીવન જીવાતું હોય તે પ્રસંગમાં તમે એકાકાર હો, તમારું જ્ઞાન કામ આવતું હોય તો જ સાચું જ્ઞાન છે. - શમ : સમ્યમ્ દષ્ટિ માને કે, કોઈ મારો અપરાધી નથી, અપરાધી છે તો એક માત્ર કર્મ. એના કારણે જ કોઈ આપણું બગાડે છે. મારા કર્મ ન હોય તો કોણ બગાડી શકે ? કર્મ પણ શા માટે ? કર્મનો કરનાર પણ મારો આત્મા જ છે ને ? મેં બોલાવ્યા ત્યારે જ આવ્યા ને ? નહિ તો જડ કર્મ શું કરત ? * સંવેગ : સુર-નરના સુખ, દુઃખ રૂપ લાગે. મોક્ષ જ, આત્મસુખ જ મેળવવા જેવું લાગે. ‘યલા દુ:વું સુ વેન, ૩:વેન સુદ્ધ વેલા !' જ્યારે સંસારનું સુખ દુઃખરૂપ લાગે, દુઃખ સુખરૂપ લાગે ત્યારે જ સંવેગ પ્રગટ્યો છે, એમ સમજવું. સંસારનું સમગ્ર સુખ, સ્વર્ગનું પણ સુખ દુઃખરૂપ લાગે, તે સંવેગ છે. અત્યારે સાધુપણામાં શું કષ્ટ છે ? કષ્ટ તો પૂર્વકાળમાં હતા. અત્યારે તો આપણે રાજકુમાર જેવા કોમળ બની ગયા છીએ. ૨૨ પરિષદોમાંથી અત્યારે કેટલા સહન કરીએ છીએ ? અનુકૂળતાને ઠોક્કર મારનારા ને પ્રતિકૂળતાને સામેથી નોતરું આપનારા આપણા પૂર્વજો હતા, તે ભૂલશો નહિ. અત્યારે સંપૂર્ણ શીર્ષાસન થઈ ગયું છે. પ્રતિકૂળતાના ઠેષી ને અનુકૂળતાના ઈચ્છુક આપણે સૌ બની ગયા છીએ.“થોડીક જ પ્રતિકૂળતા આપણને અકળાવી મૂકે છે. - નિર્વેદ : નરકનો જીવ, એક ક્ષણ પણ નરકમાં રહેવા ન ઈચ્છે. કેદી કેદમાં એક ક્ષણ પણ વધુ રહેવા ન માંગે, તેમ સંસારમાં સમ્યમ્ દષ્ટિ એક ક્ષણ પણ વધુ ન રહે. ક્ષણે-ક્ષણે ઈચ્છતો હોય : જ્યારે સંસારથી છૂટું ? ૩૯૦ * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy