SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ હવે કેવા સંસ્કારો નાખવા છે ? તે તમારે વિચારવાનું છે. આ તીર્થમાં ઉત્તમ ભાવો પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થાય છે. એ ભાવો સદા ટકી રહે. જન્મ-જન્માંતરમાં સાથે ચાલે, તેને “અનુબંધ' કહેવામાં આવે છે. નહિ ઉભા થયેલા શુભ ભાવોને પ્રભુ ઊભા કરે છે. ઊભા થયેલા ભાવોને ટકાવે છે. માટે જ પ્રભુ નાથ છે. પ્રાપ્તિ અને સુરક્ષા કરાવી આપે તે નાથ કહેવાય છે. મળેલા ગુણોનું સંવર્ધન અને સુરક્ષા પ્રભ-નિર્દિષ્ટ ક્રિયાઓના પાલનથી થાય છે. કારણ કે અત્યારે આપણા ગુણો લાયોપથમિક ભાવના છે. વેપારી, જે દિવસે કમાણી ન થાય તે દિવસ વાંઝિયો ગણે, તેમ જે દિવસે શુભ ભાવની, ગુણની કમાણી ન થાય તે દિવસને વાંઝિયો ગણજો. - “સ્વ-પત્મિઘોઘઃ' આ ભક્તિની શોભા છે. “સ્વ” અને “પર' એટલે ? “સ્વ” એટલે હું અને “પર” એટલે તું ? માત્ર કુટુંબીજન ? નહિ, “સ્વ” એટલે આત્મા અને “પર' એટલે બીજી આખી દુનિયા – જડ-ચેતન બધું જ. જડ-ચેતનનો સાચો બોધ ત્યારે જ ગણાય, જ્યારે બધા જ સાથે ઉચિત વર્તન થાય. એ જ કરૂણા છે, એ જ અષ્ટપ્રવચન માતા છે. તીર્થકરની અને આખા જગતની માતા એક જ છે : કરુણા ! • દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મ કર્મના આ ત્રણ પ્રકારો છે. દ્રવ્યકર્મ તે કાર્મણ વર્ગણા, ભાવકર્મ તે રાગદ્વેષ અને નોકર્મ તે શરીર-ઇન્દ્રિયો છે. આ ત્રણેય કર્મોથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે. - વિરતિધરોમાં યોગ વ્યક્તરૂપે હોય છે. સમ્યગૂ દૃષ્ટિ વગેરેમાં યોગનું બીજ હોય છે. માટે જ યોગના ખરા અધિકારી વિરતિધરો મનાયા છે. - TUપર્યાયવત્ દ્રવ્ય | આપણું આત્મદ્રવ્ય કેવું છે ? કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૩૫૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy