SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી રીતે ? તપેલા લોખંડ પર ચાલવું પડે તો તમે કેવી રીતે ચાલો ? બસ, એ જ રીતે અવિરત સભ્ય દૃષ્ટિ પાપ પ્રવૃત્તિ કરે. સૌથી વધુ દુ:ખી કોણ ? ભગવતીમાં પ્રશ્ન છે. જવાબમાં નરક કે નિગોદના જીવો નહિ, પણ અવિરત સમ્યગ્ર દૃષ્ટિ જીવો કહ્યાં છે. તેઓ પોતાના દુ:ખે દુઃખી નહિ, પણ બીજાના દુઃખે દુઃખી હોય છે. પોતાના દુઃખે તો આખી દુનિયા દુઃખી છે. બીજાનું દુઃખ પોતાનું લાગે ત્યારે સમજવું ઃ સમ્યક્ દર્શન આવ્યું છે. અહીંના જીવોની ઉપેક્ષા કરીને આપણે કઈ મૂડી પર સિદ્ધશિલાની અપેક્ષા રાખીએ છીએ ? ૦ પ્રશ્ન : ભગવાનની આટલી ઉત્તમ જીવન-શૈલી હોવા છતાં જગતના જીવો કેમ સ્વીકારતા નથી ? ઉત્તર : જેલમાં રહેનારાઓને પૂછો. હજારોને મંત્રમુગ્ધ કરી દેતા પ્રવચનો આપવા છતાંય આપણે સ્વયં સ્વીકારી શકતા નથી. તો પછી બીજાની શી વાત કરવી ? ચારિત્રાવરણીય કર્મ અંદર બેઠું છે. એ આ સ્વીકારવા દેતું નથી. પૂ.પં. ભદ્રંકરવિ. મળ્યા છતાં કેમ તમે અહીં ન આવી શક્યા ? વિચારજો. મને પણ આવા પ્રશ્નો, દીક્ષા પહેલા ૩-૪ વર્ષ નડેલા. પણ તમને ઠીક કહું છું : તમારા જેવા દુઃખો-પરિષહો – અહીં નથી. જેલમાં તો દુઃખો જ હોય ને ! - વીતરાગ સ્તોત્રના પ્રથમ પ્રકાશમાં ‘મવેયં તી ઃિ ' કહ્યું, ૨૦મા પ્રકાશમાં “તવ શ્રેષ્યો'િકહ્યું. અહીં દાસભાવ પરાકાષ્ઠાએ પામેલો જણાય છે. કહે * * * * * * * * * * ૩૩૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy