SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ તમે સ્વયં સંબંધ બાંધજો. આ બધું જીવનમાં ઉતા૨જો. તમને ભગવાન પર વિશ્વાસ નથી ? મને છે. મને તો વિશ્વાસ છે કે ભગવાન મારૂં બધું સંભાળી લેશે. એ જ બધું બોલાવશે. બાકી મારી પાસે પુસ્તક જોવાનો ક્યાં સમય છે ? જ્યાં પાંચ મિનિટ મળે કે માણસો હાજર. આવા મળનારાઓને હું શી રીતે નારાજ કરી શકું ? મૈત્રીની વાતો કરનારો હું અહીં મૈત્રી ન રાખું ? ખાલી બોલું જ ? १. उपयोगो लक्षणम् - જ્ઞાનમાતા માટે વર્ણમાળા ૨. પરસ્પરોપગ્રહો નીવાનામ્ - પુણ્યમાતા માટે નવકાર રૂ. મુળપર્યાયવ૬ દ્રવ્યમ્ - ધર્મમાતા માટે અષ્ટપ્રવચનમાતા ૪. ઉત્પાદ્રવ્યયૌવ્યયુ સત્ – ધ્યાનમાતા માટે ત્રિપદી. તત્ત્વાર્થના આ ચારેય સૂત્રો, ચારેય માતાઓને દૃઢ - બનાવનારા છે. પૂ.પં. ભદ્રંકરવિ. નો છેલ્લો પત્ર પિંડવાડાથી આવેલો, એમાં લખેલું : અસહ્ય વેદનાથી બીજું બધું ભૂલાઈ જાય છે, પણ ‘૩૫યોનો લક્ષળમ્'નું ચિંતન ચાલુ છે. એ પત્ર સંભાળીને રાખેલો છે. આજે પણ અમારી પાસે છે. પૂ.પં. ભદ્રંકરવિ. કહેતા : તમે મારા ઉપકારી છો. નહિ તો હું કોને આ બધું કહેત ? ભગવાન કહે છે ઃ જીવો બધા મારા ઉપકારી છે, નહિ તો હું કોના પર કરૂણા ભાવના ભાવત ? કોની સાથે એકતા કરત ? ઘણી ભીડ થઈ જાય, હું અકળાઈ જાઉં ત્યારે, પં. ભદ્રંકર વિ.મ. યાદ આવે. વજસેનવિ. કોઈક દર્શનાર્થીને રવાના કરે, (સાહેબજીને તકલીફ ન પડે એ આશયથી)ને એમને ખબર પડે તો ઉધડો લઈ લે. રવાનો કર્યો કેમ ? આવી અમૈત્રી ? ભગવાને એમને અહીં મોકલ્યા અને તું તેમને અહીંથી બહાર ધકેલે છે ? આ યાદ આવી જાય ને હું તરત જ તૈયાર થઈ જાઉં. શારીરિક સ્થિતિને ગૌણ કરીને પણ હજાર-હજાર માણસને મેં અહીં વાસક્ષેપ નાખ્યો છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ 333
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy