SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ અહો ! પ્રભુ ! આજે મારો જન્મ સફળ. આજે મારી ક્રિયા સફળ !” આ ઉગારો શું કહે છે ? મૂર્તિમાં સાક્ષાત્ ભગવાનના દર્શન કરે તે જ આવું બોલી શકે ! “જેહ ધ્યાન અરિહંતકો, સો હિ આતમધ્યાન ! ભેદ કહ્યું ઈણમેં નહિ.' આપણા વ્યવહાર-પ્રધાન ગ્રંથો આમ કહે છે. પ્રભુને અલગ રાખીને તમે આત્મા મેળવવા માંગતા હો તો એ કોઈ કાળે નહિ બની શકે. ભગવાનને કાઢીને માત્ર આત્મા રાખવા ગયા તો માત્ર અહંકાર જ રહેશે. જેને તમે આત્મા’ માનવાની ભૂલ કરતા રહેશો. પણ જે પ્રભુને પકડી રાખશે તેને આત્મ-દર્શન થશે જ. પ્રભુ પોતે જ એક દિવસ તેને કહેશે; તું ને હું કાંઈ અલગ નથી. આપણે બંને એક જ છીએ. ભૂકંપમાં ભ્રમણ) આપશ્રીએ કપરા કાળમાં મુશ્કેલી વેઠીને ભૂકંપ-ગ્રસ્ત ક્ષેત્રોમાં વિચરી ભૂકંપ-ગ્રસ્ત માનવીઓને હુંફ અને હિંમત આપી છે. એક-એક ગામનું વર્ણન વાંચતાં હૈયું કંપી ઊઠે છે, હૃદય રડી ઊઠે છે. આપનો પુરુષાર્થ સમજપૂર્વકનો અને સમયસરનો છે. આપે પુસ્તકમાં ઘણા સ્થળે સત્કાર્યો પ્રત્યે અંગુલિ-નિર્દેશ પણ કર્યો છે. આપના હાથે સમાજ, સંઘ અને શાસનની ઉન્નતિના કાર્યો થતા રહે તેવી ભાવના સાથે - શ્રી દિનેશચન્દ્ર મુનિ આઠ કોટી મોટી પક્ષ જૈન ધર્મ સ્થાનક, માંડવી કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૩૦૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy