SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પ છે. ભગવાનને એની અપેક્ષા નહોતી. ભગવાન સ્વયંસંબુદ્ધ છે. કોઈની પ્રાર્થના વિના જ માત્ર કરુણાથી તીર્થસ્થાપના કરી છે ભગવાને. સૂર્ય કોની પ્રાર્થનાથી ઊગે છે ? ફૂલ કોની પ્રાર્થનાથી ખીલે છે ? પાણી કોની પ્રાર્થનાથી તરસ છિપાવે છે ? વાયુ કોની પ્રાર્થનાથી વહે છે ? વાદળ કોની પ્રાર્થનાથી વરસે છે ? કોયલ કોની પ્રાર્થનાથી ટહૂકે છે ? એ તેમનો સ્વભાવ છે. ભગવાનનો પણ પરોપકાર કરવનો સ્વભાવ છે; પ્રાર્થના વિના પણ. ચંડકૌશિકે કદી કહ્યું નહોતું : તમે મારું હૃદય પરિવર્તન કરજો. ઘણા પૂછે છે : ચંડકૌશિક સાથે પૂર્વભવનો કોઈ સંબંધ હતો ? ચંદના સાથે પૂર્વભવનો કોઈ સંબંધ હતો ? સંબંધ હોય કે ન હોય, હેમચન્દ્રસૂરિ વીતરાગ સ્તોત્રમાં કહે છે : “મસંબંધ વન્યવ:' ભગવાન સંબંધ વિનાના સ્વજન છે. એ દ્વારા ભગવાન આપણને પણ સૂચવે છે : તમે કદી પરોપકારમાં સંબંધ જોશો નહિ. પરોપકાર અંતતોગત્વા સ્વોપકાર જ છે. જીવત્વનો તો બધાની સાથે સંબંધ છે જ. पुस्तको खूब ज सुंदर छे. आत्माने ढंढोळता आवा पुस्तको बहार पाडता रहेजो. आपनुं कार्य निर्विघ्ने थाय एवी प्रार्थना. - आचार्य जयशेखरसूरि धारवाड, हुबली. ૨ ૬ * * * * * * # # # # * * કહે કલાપૂર્ણસૂરિ-૧ # કહે.
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy