SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ - શિષ્યને ગુરુ સમજ ન આપે અને શિષ્ય જે કાંઈ કરે તેનું પાપ ગુરુને લાગે. જો ગુરુ સાચી સમજ આપી સમ્યમ્ માર્ગે શિષ્યને વાળે, તે તે મુજબ વર્તે તો તેનું પુણ્ય પણ ગુરુને મળે. - એકાન્ત બાલ - મિથ્યાત્વી, બાલપંડિત - દેશવિરતશ્રાવક, એકાંત પંડિત સાધુ, ભગવતી સૂત્રની આ વ્યાખ્યા આજે આવી. આ વ્યાખ્યા પ્રમાણે આપણે બાલ કે પંડિત ? T.V. પાસે બૂઢા અને વૃદ્ધ સ્ત્રીઓ પણ બેસી જાય તેમને બાલ કહીશું કે પંડિત ? એકાંત પંડિત માટે બે જ ગતિ કહી છે : અંતક્રિયા (નિર્વાણ મોક્ષ) અથવા કલ્પોપપત્તિકા (વૈમાનિક દેવલોક). કર્મસત્તા એનું કશું બગાડી શકે નહિ. ભગવાન “અનાહૂત સહાય’ શી રીતે ? ચંડકૌશિકે ભગવાનને તેડું મોકલેલું ? “હે ભગવન્ ! તમે પધારો. હું તમારું સામૈયું કરીશ. ભક્તિ કરીશ. જે કહો તે કરીશ. બસ, પધારો !” નહિ, ભગવાન વિના બોલાવ્યે ગયેલા. આટલા મહાન પ્રભુ વગર બોલાવ્યે જાય ? હા, વગર બોલાવ્યે જાય માટે જ તેઓ મહાન છે. કારણ કે એમણે સકલ જીવરાશિને પોતાનો પરિવાર માન્યો છે. સ્વજન પાસેથી તેડાની અપેક્ષા રખાય ? બિમાર પડી ગયેલા સ્વજન તમને જાણવા મળે ત્યારે તમે ઘેર બેસી રહો કે દોડીને ત્યાં પહોચી જાવ ? ચંડકૌશિક ભયંકર રીતે બિમાર હતો, ભાવરોગી હતો. એને ભગવાનની કોઈ પડી નહોતી. એ તો ગર્વથી બધાને ભસ્મીભૂત કરતો હતો. એટલે જ ભગવાન સંબંધ વગરના સગા છે. નહિ તો ચંડકૌશિક સાથે ભગવાનને શું લેવા દેવા ? બોલાવીએ ને ભગવાન ન આવે એવું તો બને જ શી રીતે ? ભગવાન તો ન બોલાવ્યા છતાં આવનારા છે. ભગવાનને કદાચ પ્રાર્થના ન કરો તો પણ તેઓ તમારું હિત કર્યા વગર રહે જ નહિ. કોની પ્રાર્થનાથી ભગવાને તીર્થની સ્થાપના કરી ? દીક્ષા લીધી ? લોકાંતિક દેવોએ તે માટે વિનંતી કરી છે તો તેમનો કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * જ ઝ = * * * * * * * * * ૨૯૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy