SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ લઈ ગયેલો. ફોનમાં કહે : હું મુમુક્ષુ છું. આ.મ.ના પુસ્તક છપાવવામાં ૨૫-૩૦ હજારની જરૂર છે. મોકલાવો. પેલાઓએ અમારા વિશ્વાસથી મોકલાવેલા. અમને ઠેઠ મદ્રાસમાં ખબર પડી. પત્રમાં લખેલું : આપના કહેવા પ્રમાણે ૬૦ હજા૨ મોકલી આપ્યા છે. આ ડફોળ શંખના નમૂના છે. ડફોળ શંખ એટલે બોલે ઘણું, પણ કરે કાંઈ નહિ. આપે કાંઈ નહિ. ઘણા માણસો પણ આવા જ હોય છે. - અશુદ્ધભાવ સંસાર છે. શુદ્ધભાવ સંસાર પાર છે. અનુસ્રોત એટલે દુનિયા ચાલે તે પ્રમાણે ચાલવું. પ્રતિસ્રોત એટલે દુનિયાથી ઉર્દુ ચાલવું. પ્રતિકૂળતાને વધાવી લેવી તે મોક્ષમાર્ગ છે. આપણું મન સંક્લિષ્ટ ન બને તેની કાળજી તીર્થકર ભગવંતોએ રાખી છે. જેમ જેમ ભગવાનની ભક્તિ વધતી જાય તેમ તેમ ભાવોની વિશુદ્ધિ વધતી જાય. ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે...” - દેવચક્રજી જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ...' - પ૨વિજયજી આપણને પ્રભુતા ગમે છે. પણ પ્રભુતા ઈચ્છવી એટલે લઘુ બનવું. લઘુ બનવું એટલે જ મહાન બનવું. મહાન બનવું એટલે જ લઘુ બનવું, લઘુતા હશે ત્યાં ભક્તિ પ્રગટશે. ભક્તિ હશે ત્યાં મુક્તિ પ્રગટશે. * * * * * * * 4 # # # # # ૨
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy