SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પંચવસ્તક : * ગોચરી માટે ભોજન સમયે જ જવું. આગળ-પાછળ નહિ. કારણ કે એમ કરતાં પૂર્વકર્મ-પશ્ચાત્કર્મ દોષ લાગે. શા માટે આપણે આટલી બોલ-બોલ કરીએ છીએ ? શક્તિ વેડફીએ છીએ ? મૌનથી શક્તિ-ઊર્જા વધે. મૌન એટલે વાણીનો ઉપવાસ. મનથી વિચારનો ખળભળાટ છોડો. મનનો ઉપવાસ આદરી. મૌન રહે તે મુનિ. વાણી પર સંયમ રાખે તે વાચંયમ. ગોચરી વખતે જ નહિ, બીજા સમયે પણ મૌન રહે તે મુનિ ! આવું મૌન આવશે તો જ શક્તિનો સંચય થશે. મન-વચન-કાયાથી આપણે કમાણી કરીએ છીએ કે વેડફીએ છીએ ? સંઘટ્ટો લેતાં જેમ નથી બોલતા તેમ પડિલેહણ - ગોચરી વખતે પણ નહિ બોલવું જોઈએ. - ભક્તિ : હે આત્મન્ ! હવેથી હું તને કદી દુર્ગતિમાં નહિ મોકલું' આટલું નક્કી કરી લો. બીજા પર નહિ તો પોતાના આત્મા પર તો દયા કરો. દીક્ષા નથી મળી તેઓ ન મળ્યાનો અફસોસ કરે છે ને આપણે આળસ કરીએ તો ? સંયમ સફળ બનાવવા બે ચીજો સરળ છે : ભક્તિ અને જ્ઞાન !બીજાપરિષહવગેરે તો આપણે સહન કરી શકીએ તેમ નથી. ભક્તિ વધે તેમ આનંદ વધે. ભક્તિનો સંબંધ આનંદ સાથે છે. કોઈ મહાપુણ્યોદય જાગ્યો : આપણને ભક્તિ કરવાનું મન થયું. નહિ તો મન પણ ક્યાં થાય ? આપણે ભક્ત માટે ટાઈમ કાઢી શકીએ છીએ, પણ સ્વયં ભક્ત બનીને પરમાત્મા માટે સમય કાઢી શકતા નથી. પ્રેમલક્ષણા ભક્તિનો અભ્યાસ કરવો હોય તો ઉપા. યશોવિ.ની ચોવીશી કંઠસ્થ કરો. ક્રમશઃ તમને એક પછી એક સોપાન મળતા જશે. ભગવાન સાથેના પ્રેમમાં ક્યાંય જોખમ નથી. જીવો સાથે પ્રેમ કરવા જતાં રાગ આવી શકે. પ્રેમ ઘણો કપટી શબ્દ છે. ભગવાન પર પ્રેમ એટલે ભગવાનના ગુણો (જ્ઞાનાદિ) ૨૩૨ * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧ * *
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy