SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યયોગે મને પહેલેથી જ ભક્તિ પસંદ. જાણે કે સતત ભગવાન માર્ગદર્શન આપતા રહ્યા. કોઈએ મને ગૃહસ્થાપણામાં (ખેરાગઢમાં) કાનજીનું પુસ્તક આપીને કહ્યું : આમાં ખરૂં અધ્યાત્મ છે. વાંચજો. પુસ્તક ખોલતાં જ અંદર જોવા મળ્યું : ઉપાદાન જ મુખ્ય છે. નિમિત્ત અકિંચિત્કર છે.' આ મેં તરત જ મૂકી દીધું ને પેલાને કહી દીધું : અધ્યાત્મ નથી. હું બધા સાધુ-સાધ્વીજીને જણાવવા માંગું છું : જ્યાં દેવગુરુની ભક્તિ ન હોય તેવા કોઈ અનુષ્ઠાનમાં સાચું અધ્યાત્મ છે, એમ માનશો નહિ. પૂ. દેવચન્દ્રજી મહારાજ કહે છે : કોઠીમાં હજાર વર્ષ બીજ પડ્યા રહેશે. એમને એમ જ રહેશે; પણ જમીનમાં વાવો તો ? બીજે વૃક્ષ અનંતતા રે, પ્રસરે ભૂ-જલ યોગ.’ - પૂ. દેવચન્દ્રજી તેમ આપણે પણ ભગવાનનો સંયોગ પામીને અનંત બની શકીએ. બીજને જમીન-પાણી વગેરે ન મળે તો પોતાની મેળે વૃક્ષ ન બની શકે તેમ જીવ એકલો જ શિવ ન બની શકે. આ વાત તરફ તમારા કોઈનું ધ્યાન નથી તેનું મને બહુ જ દુ:ખ છે. કેમ કોઈની નજર જતી નથી ? છે. પૂ. દેવચન્દ્રજી મ.એ પ્રથમ સ્તવનમાં પ્રીતિયોગ બતાવ્યો ષોડશક યોગવિંશિકા વગેરેમાં પ્રીતિયોગ બતાવ્યો છે, તે આ પ્રભુનો પ્રેમ સમજવો. પ્રભુ પ્રેમના કારણે જ માર્ગ ભૂલાયો નથી. માટે જ ‘મુમુનાનો’ પ્રભુ પાસે આપણે રોજ માંગીએ છીએ. - જેના માથે ગુરુ હશે તે કદી માર્ગભ્રષ્ટ નહિ બને. ગામ માટે ઘડા બનાવવાની જવાબદારી કુંભારની છે, તેમ જીવમાંથી શિવ બનાવવાની જવાબદારી ભગવાનની છે. માટીને કુંભાર ન મળે તો પોતાની મેળે ઘડો બની શકે નહિ. ભગવાન વિના આપણે પણ ભગવાન બની શકીએ નહિ. કહે કલાપૂર્ણસૂરિ-૧ ૨૩૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy