SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદન રહી જશે તો જોગમાં દહાડો પડશે, એવા ભયથી ચૈત્યવંદન ચૂકતા નથી તમે, પણ તમે કદી વિચાર્યું ? જે ચૈત્યવંદન રહી જવાથી દહાડો પડતો હોય, એમાં કેટલા રહસ્યો ભર્યા હશે ? ભગવાનની ભક્તિ ભરેલી છે - ચૈત્યવંદનમાં. માત્રનામના સહારે અન્યદર્શનીઓ સમાધિસુધી પહોંચ્યા છે, તો આપણે ભગવાનની ભક્તિની ઉપેક્ષા શી રીતે કરી શકીએ ? રામકૃષ્ણ પરમહંસ કાલીમાને જોતા કે નામ સાંભળતા ત્યારે ભાવાવેશમાં આવી જતા. પ્રભુનું નામ, મૂર્તિ કે આગમ તમારી પાસે છે એટલે પ્રભુ તમારી પાસે જ છે. ક્યાંય નથી ગયા ભગવાન. જગચિંતામણિ” સૂત્ર આગમ ખરું ને ? આવશ્યક સૂત્ર છે. એના અર્થો - રહસ્યો કદીક વિચારો તો નાચી ઊઠશો. મકાવય સંવિમરૂવ...અષ્ટાપદ પર રહેલી મૂર્તિઓ સમક્ષ ગૌતમસ્વામી સ્તુતિ કરતાં કહે છે : “આઠ કર્મોના નાશ કરનાર કરાવનાર ચોવીશય તીર્થકરો.” અહીં ગૌતમસ્વામી મૂર્તિમાં સાક્ષાત ભગવાન જોઈ રહેલા છે. આદિનાથ ભગવાને પુંડરીકસ્વામીને સિદ્ધક્ષેત્ર પર જ રહી જવા કહ્યું. નેમિનાથે પાર્શ્વનાથ પ્રતિમા મેળવીને જરા વિદ્યા ભગાડવા કહ્યું. મહાવીરસ્વામીએ અષ્ટાપદયાત્રા દ્વારા ચરમ શરીરીપણું બતાવ્યું. આ બધા દૃષ્ટાંતો બતાવે છે કે ભાવતીર્થકરની ભક્તિ જેટલો જ લાભ સ્થાપના તીર્થકરની ભક્તિ આપે. અષ્ટાપદ યાત્રાથી તે જ ભવે મોક્ષ મળે.' ભગવાનની આ વાત જાણીને જ તપાસોએ અષ્ટાપદ યાત્રા માટે કમ્મર કસેલી. ઉત્કૃષ્ટકાળે ૧૭૦ તીર્થકરો, ૯ ક્રોડ કેવળીઓ, ૯OOO ક્રોડ (૯૦ અબજ) સાધુઓ. ૯૦ અબજ સાધ્વીઓ. આ બધાને જગચિંતામણિમાં વંદન કરવાનું હોય છે. ભાવથી કરો તો કેટલો લાભ ? કહે * * * * * * * * * * ૨૨૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy