SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ આશય સમજી લો. અમાપ લોકપ્રિયતા દ્વારા રાજ્ય પડાવવાની આ પૂર્વભૂમિકા છે. મહારાજા ગુસ્સે ભરાયા. બીજે દિવસે મહારાજાની નારાજગી આદ્મભટ્ટ જાણી ગયો. રાજા : “કેમ આટલું દાન ?' આંબડ : “આપ નહિ, એ દાન હું જ કરી શકું !” “કેમ ? “આપ તો દેથલીના ઠાકરડા ત્રિભુવનપાળના દીકરો. હું ૧૮ દેશના માલિક મહારાજા કુમારપાળનો દાસ. હું દાન ન કરું તો કોણ કરે ?' રાજાનો ગુસ્સો ઠંડો પડી ગયો. રાજાના સેવકને દાસત્વની આટલી ખુમારી હોય તો આપણને ભગવાનના દાસત્વની કેટલી ખુમારી હોવી જોઈએ ? દાસત્વની ખુમારી હોય તો ચૈત્યવંદનાદિ ક્રિયા તુચ્છતાપૂર્વક ન થાય. બીજે બધે રસ જાગે, પણ ભગવાનની ભક્તિમાં જ રસ નહિ ? ક્યાં ગઈ દાસત્વની ખુમારી ? - ભક્તિ : ઈન્દ્રભૂતિ ભગવાનના શિષ્ય બન્યા ને ત્રિપદી દ્વારા અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવી. એ શક્તિ ભગવાન દ્વારા જ પ્રગટી. પૂર્વાવસ્થામાં ક્યાં હતી આ શક્તિ ? ભગવાનના પ્રભાવથી જ ઈર્ષ્યા, માન, અવિરતિ, ક્રોધ, પ્રમાદ વગેરે દોષોએ વિદાય લીધી. ચંડકૌશિકમાં પોતાની મેળે ૮મા દેવલોકે જવાની શક્તિ હતી ? કે ભગવાનના પ્રભાવથી પ્રગટી ? બીજમાં વૃક્ષ બનવાની શક્તિ છે તો બનાવો. કોઠીમાં રાખીને. બીજ માટે ધરતી જરૂરી છે, તેમ ભક્ત માટે ભગવાન જરૂરી છે. • ભગવાનના પ્રભાવથી જ સંસારના મુસાફર આપણે મુક્તિના મુસાફર બની શકીએ. હવે તમે જ વિચારો : ઉપાદાન પ્રબળ કે નિમિત્ત ? ૨૨૪ * # # # # # – કહે.
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy