SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મશુદ્ધિની તીવ્ર ઈચ્છા હોય. (૩) નિર્વેદ : નરકથી જ નહિ, સ્વર્ગના સુખોથી પણ વિરક્ત હોય. ગરીબીથી જ નહિ, અમીરીથી પણ વિરક્ત હોય. (૪) અનુકંપા : દુઃખી જીવો પ્રત્યે કરુણાઢું હૈયું હોય. છજીવનિકાયના વધમાં પોતાનો વધ થતો જુએ. (૫) આસ્તિષ્પ : દેવ-ગુરુના વચન પર પૂરો ભરોસો હોય. આથી પૂર્ણ સમર્પિત હોય. 5 આવો જન્મ ફરી-ફરી નહિ મળે. મહેરબાની કરીને આત્મસાધનાનું કાર્ય પછી પર નહિ રાખતા. આવી સામગ્રી ફરી-ફરી ક્યાં મળશે ? નાવડી કિનારે આવવાની તૈયારી છે ને આપણે પ્રમાદ કરીશું ? આ હું મારા હૃદયની વાત કરું છું. સામ સામાયિક (સમ્યત્વ)ના લક્ષણો અહીં સાકર-દ્રાક્ષ કરતાં અનંતગુણા મીઠા પરિણામ હોય છે. વિશુદ્ધ લશ્યાના પ્રભાવથી સાકર વગર જ મીઠાશ આવે. ત્રણ વેશ્યા ટળે ને તેજલેશ્યા શરૂ થાય ત્યારથી આનંદપ્રસન્નતા વધે જ. જીવ મૈત્રી અને જિન-ભક્તિ આ બંને, સામ સામાયિક મેળવવાના ઉપાયો છે. મૈત્રી જિન-ભક્તિ આ બંને વધશે તો જીવનમાં મધુરતા અનુભવાતી પ્રત્યક્ષ જોવા મળશે. અનુભવી જુઓ. જો કટુતા હોય તો સમજવું ઃ હજુ હૃદયમાં કષાયો બેઠા જિનભક્તિ - જીવમૈત્રી આદિના સંસ્કારો, પટુતા, અભ્યાસ અને આદરથી એટલા મજબૂત કરવા જોઈએ કે ભવાંતરમાં પણ સાથે આવે. કહે # # # # # # # # # # # ૧૯૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy