SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે ? એમને ભગવાન બનાવનાર સર્વ જીવો જ છે. માટે આપણે ભક્તિ કરીએ અને ભગવાન તરફથી કોઈ પ્રતિભાવ ન આવે, એવું બને જ નહિ. ભક્ત હઠ પકડે તો ભગવાનને આવવું જ પડે. ખરેખર તો આવેલા જ છે. આપણે આવેલા ભગવાનને જાણતા નથી. ભક્ત હઠ દ્વારા આવેલા ભગવાનને ઓળખી લેવાની કળા સાધી લે છે. અનુત્તર વિમાનવાસી દેવના પ્રશ્નનો જવાબ ભગવાન દ્રવ્ય મનને પ્રયોગ કરીને આપે, તો આપણને કોઈ જ જવાબ ન આપે, એવું બને જ શી રીતે ? ભગવાન કાંઈ કૃષ્ણ કે મહાદેવના રૂપમાં નથી આવતા, પણ આનંદરૂપે આવે છે. ભગવાન આનંદમૂર્તિ છે, સચ્ચિદાનંદ છે. જ્યારે જ્યારે તમે આનંદથી ભરાઈ જાવ છો ત્યારે ત્યારે સમજી લેજો : ભગવાને મારામાં પ્રવેશ કર્યો છે. ભગવાનની શરત આટલી જ છે : તમે મારા ધ્યાન વખતે બીજાનું ધ્યાન નહિ ધરતા. એકાગ્રપણે મારું જ ધ્યાન ધરશો તો હું આવવા તૈયારજ છું. મેં ક્યારે ના પાડી ? ખરેખર તો તમારા કરતાં હું વધુ આતુર છું. આ પુસ્તક તો જાણે કલ્પવૃક્ષ છે. - સા. યશોવલાશ્રી બીલીમોરા લાગે છે કે આપના આ પુસ્તકો અમર થઈ જવાના. - સા. પ્રફુલ્લપ્રભાશ્રી અમદાવાદ આ પુસ્તક વાંચવાથી મારા જીવનમાં ઘણા ફાયદા થયા. - સા. મુક્તિરેખાશ્રી નવસારી 8 કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * » ગ ગ . ગ ગ # # # ૧૪૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy