SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માના અનંત ખજાનાથી વંચિત રાખવા જ મોહરાજાએ તમને એકાદ લાખ કે ક્રોડની લાલચ આપી છે. હિંસાથી ચિત્ત કલુષિત થાય. અહિંસાથી નિર્મળ થાય. હિંસા એટલે પર-પીડન ! પ્રમાદ પણ હિંસા... ખાસ કરીને સાધુ માટે. ગૃહસ્થો માટે આરંભ... પરપીડન એટલે હિંસા... પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિનો ભોગ લઈને આપણે જીવીએ અને જરૂર પડે ત્યારે તેના માટે કાંઈ નહિ કરવું ? માણસનું કર્તવ્ય છે કે તે પોતાનાથી નબળાનું રક્ષણ કરે. પ્રણિધાનનો અર્થ છે : પોતાનાથી હીન જીવો પર કરુણા સાથે ભાવાÁ બનતું મન ! અધિક ગુણી પ્રત્યે પ્રમોદ. સર્વ જીવો સાથે મૈત્રી. સ્વજનના સુખે તમે સુખી, દુઃખે દુઃખી થાવ છો. સ્વજનોનો સંબંધ તમે છોડતા નથી. ભગવાન કહે છે : જગતના સર્વજીવો તમારા સ્વજનો જ છે. એમની સાથે તમે સંબંધનો છેડો ફાડી શકો નહિ. મારે શું લેવા દેવા જીવો સાથે ? - એમ તમે કહી શકો નહિ. તમારી જવાબદારીથી છટકી શકો નહિ. છટકવા પ્રયત્ન કરો તો ડબ્બલ સજા મળે. નવ + અતિ + ય = ગવાતિઋાય ! અનંત જીવોના + અનંત પ્રદેશોનો + સમૂહ = જીવાસ્તિકાય ! આમાંથી એક પણ જીવ કે એક જીવનો એક પ્રદેશ પણ બકાત રખાય તો જીવાસ્તિકાય ન કહેવાય. એમ ભગવતી સૂત્રમાં ભગવાને કહ્યું છે. ભગવાને કોઈને બકાત નથી રાખ્યા, આપણે બધાને બાકાત રાખ્યા; આપણી જાત સિવાય. જીવમાત્ર સાથે સ્નેહભાવ - આત્મભાવ - મૈત્રીભાવ રાખ્યા વિના ધ્યાન લાગી શકતું નથી. એ ધ્યાન નહિ, ધ્યાનાભાસ હોઈ શકે. સર્વ જીવો સાથે આત્મતુલ્ય વર્તન કરવું, માત્મવત્ સર્વભૂતેષ - આમ જૈનેતરોનું પણ કથન છે. ૧૪૨ = = = = = = = = * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy