SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ મળી શકશે ? કઈ કિંમતથી આપણે મોક્ષ નામની ચીજ ખરીદવા નીકળ્યા છીએ ? હેમચન્દ્રસૂરિજીના યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ જુઓ : આત્માનુભૂતિનું વર્ણન છે. યશોવિ.ના ઉદ્દગારો જુઓ : મારે તો બનનારું બન્યું જ છે, (એટલે કે અનુભવનો આસ્વાદ મળી ચૂક્યો છે) હુ તો લોકને વાત શીખાઉં રે; વાચક “જસ' કહે સાહિબા, એ ગીતે તુમ ગુણ ગાઉં રે...” આત્માનુભવ આ જ જન્મમાં થવો જોઈએ. તો જ જીવનની સફળતા છે. ન મળે ત્યાં સુધી ઝંખના રહેવી જોઈએ. તડપન જોઈએ : હજુ નથી મળ્યું ? ક્યારે મળશે ? ક્યારે મળશે ? મારો સમય વ્યર્થ જઈ રહ્યો છે, આત્માનુભૂતિની ઝલક વિના. કરોડ રૂપિયાની દુકાનમાં તમે વેપાર કરો કે પાના રમો ? આત્માનુભૂતિ મળી શકે તેવા આ ભવમાં તે માટે પ્રયત્ન કરવો કે પશુ - સુલભ ભોગો માટે ? ૧૦મી ચીજ છે : વિજ્ઞાન-વિશિષ્ટ બોધ, જે ભગવાન આપે. ભગવાન ક્યારેક ગુરુના માધ્યમથી આવે છે, ક્યારેક બીજા કોઈ નિમિત્તથી પણ આવે છે. હમણા નવસારીમાં રત્નસુંદરસૂરિજીએ પૂછેલું : ભગવાનની કરૂણા મારા પર છે, એમ હું શી રીતે માનું ? મેં કહ્યું : “તમે દીક્ષા શી રીતે લીધી ?' શિબિરમાં ગયેલો, ભુવનભાનુસૂરિએ પકડી લીધો. લીધી દીક્ષા.' તમને જ કેમ પકડ્યા ? બીજાને કેમ નહિ ?' આ જ ભગવાનની કૃપા છે એ ગુરુના માધ્યમથી આવે છે. ગુરુ પણ આખરે તો ભગવાનના જ ને ?' - દુઃખ કરતાં સુખ ભયંકર છે. સાધ્ય ચૂકાય છે; અનુકૂળતા દ્વારા. આપણે પ્રતિકૂળતાથી ગભરાઈએ છીએ. ખરેખર એ જ મિત્ર છે. અનુકૂળતાથી આપણું સત્ત્વ દબાઈ જાય છે. ૧૧૬ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy