SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મોહને મારવામાં મુશ્કેલી પડતી હોય તો સસ્પૃહની તો વાત જ ક્યાં કરવી ? ભગવાન મહાવીરની સાધનાના ૧૨ વર્ષ યાદ કરો. એ મોહને મારવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ હતો. મોહનું મૂળ પણ મિથ્યાત્વ છે. તેનો જય સમ્યક્તથી થાય. મોહે સ્ત્રીને શસ્ત્ર બનાવ્યું છે. તે માટે ધન જોઈએ. આથી જ કંચન-કામિનીની દાસ આખી દુનિયા છે. ધનનો નહિ, જ્ઞાનનો રાગ જોઈએ, સ્ત્રીનો નહિ, પ્રભુનો રાગ જોઈએ, - એમ ભગવાન શીખવે છે. જીવમૈત્રી અને પ્રભુ-ભક્તિની કળા અપનાવો એટલે મોહનું મૃત્યુ થતું દેખાશે. પ્રભુને હૃદયમાં વસાવવા એ જ મોહના મૃત્યુનો મુખ્ય ઉપાય છે. પ્રભુ સિવાય મોહ-મૃત્યુની કળા બીજે કશેથી નહિ મળે. પ્રભુભક્તિ વિના પ્રભુનું વચન પણ (આગમો પણ) મોહ-વૃક્ષને ઉખેડી શકે નહિ, એમ હરિભદ્રસૂરિ કહે છે. વચનયોગ ત્રીજું સોપાન છે.તે પહેલા પ્રીતિ - ભક્તિ યોગ જોઈએ. અપ્રમાદ એટલે જ્ઞાનદશામાં જાગૃતિ. આડા-અવળા વિચારોમાં રહો, તો જાગવા છતાં પ્રમાદ છે. ભગવતીમાં ૮ પ્રકારનો પ્રસાદ કહ્યો છે. પછી ક્યારેક કહીશ. અવિનય, આવેશ, માયા, છળ, કપટ આદિ કરવા એ મોહ છે. દોષને દોષ ન માનવો તે મિથ્યાત્વ છે. ૧૭ દોષને આ એકલું મિથ્યાત્વ પહોંચી વળે, ચડી જાય. એ હિંસાદિને પાપરૂપે ન જ સ્વીકારે. માટે જ મિથ્યાત્વ મહાપાપ છે. - દીક્ષાર્થી મા-બાપ પાસે વિનય ન કરતો હોય તો અહીં પણ નહિ કરે. ગૃહસ્થના સામાન્ય નિયમોનું પાલન ન કરનારો અહીં આવીને લોકોત્તર નિયમો શી રીતે પાળી શકશે ? દીક્ષાર્થી “ઘરમાં શું કરતો હતો તેની તપાસ કરવાથી આ વસ્તુનો ખ્યાલ આવે. સાચોરનો ભાઈ આધોઈ (સં. ૨૦૧૬)માં ભણવા ૦૬ = * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy