SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્લભતમ છે. બીજા ગુણોને ગૌણ કરી તેમાં વૈરાગ્ય - વિનયાદિભાવ – ગુણોને પ્રધાનતા આપી દીક્ષા આપી શકાય. મોહવૃક્ષના ઊંડા મૂળીયા વિષય-કષાય પર ટકેલા છે. માટે જ વિષય-કષાય પરનો વૈરાગ્ય સૌ પ્રથમ જોઈએ. અહીં આવીને વિષય-કષાયના તોફાનો થાય તો શાસનની ભયંકર અપભ્રાજના થાય. આજ-કાલ તો છાપાનો જમાનો ! પહેલા પણ આવા બનાવો બનતા, પણ છાપે નહોતા ચડતા. ઘરમાં નથી બનતા ? આજે છાપે ચડવાથી ભયંકર અપભ્રાજનાના પ્રસંગો બન્યા છે. મોહના ડાળી-પાંખડા કાપશો તો કાંઇ નહિ વળે, મૂળ પર ઘા થવો જોઈએ. નરકના જીવો શાલ્મલી વૃક્ષ નીચે વિશ્રામ કરવા જાય ને ઉપરથી તલવાર જેવા પાંદડા પડે; કપાઈ મરે, વિશ્રામ તો ન મળે પણ... મોહ તો પેલા શાલ્મલી વૃક્ષથી પણ ખતરનાક છે. તીવ્ર મોહ અને તીવ્ર અજ્ઞાનના કારણે જ નિગોદના જીવો ત્યાં પડેલા છે. નહિ તો ત્યાં હિંસાદિમાંનું દેખાતું કોઈ પાપ નથી. अइगरुओ मोहतरु, अणाइभवभावणाइ-विषयमूलो । दुक्खं उम्मूलिज्जइ, अच्चंतं अप्पमत्तेहिं ॥ લુણાવામાં વિશાળ વડલો. દીક્ષા વગેરે માટે કદી મંડપની જરૂર ન પડે. એ વડલો તો સારો, પણ મોહનું વૃક્ષ ખતરનાક ! - જેને મોક્ષે જવાની ઈચ્છા નથી તેણે નિગોદમાં જવાની તૈયારી રાખવી પડે. બીજે ક્યાંય અનંતકાળ સુધી રહેવાની વ્યવસ્થા જ નથી. ત્રસકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર જ સાગરોપમ છે. એટલા સમયમાં સ્વસાધ્ય (મોક્ષ) સિદ્ધ ન થાય તો નિગોદ તૈયાર જ છે. • વિષયની સ્પૃહા સંસારનું મૂળ છે. અપ્રમત્ત સાધક પણ તે સ્પૃહાનું મુશ્કેલીથી ઉન્મેલન કરી શકે છે. માટે જ આ ગુણ તો હોવો જ જોઈએ. સંસારથી વિરક્ત જ અપ્રમત્ત બની શકે, સાચા અર્થમાં સાધક બની શકે. અપ્રમત્ત સાધકને પણ કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૦૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy