SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૩૨-૪૭) પ પત્રિકા વહેંચતા સ્વયંસેવાને કેદ અને દંડની સજા થઈ હતી. રસિકલાલ કડકિયાની ધરપકડ કરી લાક-અપમાં મારવામાં આવ્યા હતા. ડભોઈના સેાળ વરસના સત્યાગ્રહી ગભીરસિદ્ધ સેાલકને પંચમહાલમાં સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ એક વરસની સજા કરાઈ હતી. ૨૩–૯–૧૯૩૨ ની સત્યાગ્રહ પત્રિકામાં જણાવ્યા પ્રમાણે પાઁચમહાલમાંથી ૫૦૬ ની ધરપકડ અને ૩૭૭ તે જેલની સજા કરવામાં આવી હતી. સરકાર કર અને દંડ વસૂલ કરવા ભેંસે બળદો ધરવખરી વગેરે જપ્તીમાં લેતી હતી, અને પાણીના મૂલે એ હરાજીમાં વેચી નાખતી હતી.૪ સુરત જિલ્લામાંથી કનૈયાલાલ દેસાઈ, મેરારજીભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ ગુલાબભાઈ, ઈશ્વરભાઈ છેટુભાઈ દેસાઈ, ઉમેદરામ નાયક, કલ્યાણુજીભાઈ મહેતા, કુંવરજીભાઈ, કીકુભાઈ ગુલાબભાઈ, પ્રભુભાઈ વિ. મહેતા, નારગુભાઈ ભક્ત, અમૃતલાલ નાણાવટી, અરુચદ્ર પંડયા, સુશીલ દુર્લભજી વગેરે અનેક વ્યક્તિઓએ આ સત્યાગ્રહમાં ભાગ લીધે હતા, એમને જેલ અને દંડની સજા થઈ હતી. દંડ ન ભરનારને વધારે કેદની સજા કરાતી હતી. નાકરની લડતમાં ભાગ લેનારની ઘરવખરી દ્વારઢાંખર વગેરે જપ્તીમાં લઈને પાણીના મૂલે હરાજ કરાતી હતી. વલ્લભદાસની રૂ. ૫૦૦ના દંડ બદલ રૂ. ૨૦,૦૦૦ ની મિલકતની હરાજી કરી હતી. કલ્યાણજીભાઈ મહેતાના આશ્રમને સીલ લગાડીને માલમિલકતની હરાજી કરાઈ હતી. નારણભાઈ માધાભાઈ ભક્ત(મલેકપુરા)ની મિલક્તની બારડેાલી નાકર સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ રૂ. ૩૦૦ માં હરાજી થઈ હતી. અમૃતલાલ નાણાવટી રાસની ગાંધીજીની કૂચમાં સાથે હતા, તેમને ચાર વખત થઈને ૨૭ માસની સજા કરાઈ હતી. રઘુભાઈ હરિભાઈ નાયક, વલ્લભદાસ અક્કડ, નગીનદાસ પારેખ વગેરેની ગેરકાયદે પત્રિકા વહેંચવા કે લખવા બદલ કેક ને દંડની સજા થઈ હતી. અરુણુચંદ્ર પંડયાની ૨૧ વરસની વયે દિલ્હીમાં પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા લેવા બદલ ધરપકડ કરાઈ હતી. ઈશ્વરલાલ છેટુભાઈ દેસાઈ થ લીગના યૂસુફ મહેરઅલી સાથેના સ્થાપક હતા. સમાજવાદી પક્ષના એ મંત્રી પણ હતા. એ સુરતના નવજવાન સંઘના સ્થાપક હતા. સરકારે એમને વિસાપુર જેલમાં એ વરસ રાખ્યા હતા. મારારજીભાઈ દેસાઈને પ્રથમ છ અઠવાડિયાંની અને પછી એ વરસની કેદની સજા કરાઈ હતી. આ જિલ્લામાં ઘણા લકાને કેદ અને ૬'ડની સન્ન થઈ હતી. સભા સરઘસ અને પિકેટિંગમાં બહેના અને વિદ્યાયી એ પણ ભાગ લેતાં હતાં. આ પ્રમાણે ભરૂચમાં સત્યાગ્રહમાં ભાગ લેનારાં ઘણાં હતાં, પણુ ઍની વિગત મળતી નથી. છેાટુભાઈ પુરાણી અને બટુકનાથ વ્યાયામમંદિરના કાર્યકર્તાઓએ ભરૂચ જિલ્લામાંથી ભાગ લીધે। હતા. સૌરાષ્ટ્રમાંથી બળવંતરાય
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy