SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આઝાદી પહેલાં અને પછી સાથે રૂ. ૧૦૫૦ દંડ કરાયા હતા. દિલ્હી અધિવેશનમાં ભાગ લેવા જતાં ગોવિંદલાલ ગોકળદાસ અને ગિરધરલાલ શાહની દિલ્હી સ્ટેશને ધરપકડ કરાઈ હતી. દિલ્હી કોંગ્રેસ દિનની ઉજવણીમાં ભાગ લેવા બદલ તથા પત્રિકા વહેંચવાના ગુના બદલ ગણેશ ભાગવત અને ત્રણ સ્વયંસેવકેની ધરપકડ કરાઈ હતી. કલમાં પાણીની પરબ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા બદલ અંબાલાલ સુથારને પકડવામાં આવ્યા હતા. ૧૯૩ર ના એપ્રિલમાં દિલ્હીમાં ભરાયેલ કોંગ્રેસ અધિવેશને પૂર્ણ સ્વરાજ્યની માગણી કરી હતી. અને ગાંધીજીની નેતાગીરી અને અહિંસાની નીતિમાં પૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરતા ઠરાવ કર્યા હતા. કોગ્રેસ કારોબારીએ આપેલ અસહકારની લડતના આદેશને એમાં બહાલી અપાઈ હતી. ૧૪-૬-૧૯૩૨ ના રોજ ઉપર્યુક્ત ઠરાવોને ટેકે આપવા ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક મળી હતી, પ૩૦ પ્રતિનિધિ સમગ્ર ગુજરાતમાંથી આવ્યા હતા. પંચમહાલના ૩૫ પ્રતિનિધિઓ રતનસિંહ નવલસિંહ ઠાકોરની આગેવાની નીચે અમદાવાદ ગયા હતા, રતનસિંહની ધરપકડ કરી એને કેદ ને દંડની સજા કરી હતી. પ્રાંતિક પરિષદ દિનની ઉજવણીમાં ભાગ લેવા બદલ જટાશંકર જોશીને અને એમના છ સાગરીતને પકડી વિવિધ સજા કરાઈ હતી. ર૦–૬–૩૨ ના રોજ પંચમહાલ જિલ્લા પરિષદ દાહોદમાં માણેકલાલ ગાંધીના પ્રમુખપણું નીચે ભરાઈ હતી. સ્વાગતાધ્યક્ષ ચિમનલાલ દેસાઈની પરિષદ મળે એ પહેલાં દાહોદથી ધરપકડ કરાઈ હતી. આ પરિષદે દિલ્હીના ઠરાવોને અનુમોદન આપ્યું હતું. માણેકલાલ ગાંધી અગાઉ વડોદરામાં ભૂગર્ભમાં ગયા હતા તેમની અધિવેશન વખતે ૩૭ સત્યાગ્રહીઓ સાથે ધરપકડ કરાઈ હતી. માણેકલાલ ગાંધીને દોઢ વરસની સજા સાથે રૂ. ૩૦૦ને દંડ કરાયો હતો. દાહોદમાં લાઠીચાર્જ કરવાથી બાળકે સહિત ૭૦ વ્યક્તિઓને ઈજા થઈ હતી. રર-૭–૩૨ ના રોજ મેતીલાલ ચેકસી તથા નવ સ્વયંસેવકોની ધરપકડ કરાઈ હતી. એ પંચમહાલમાંથી અમદાવાદ કોગ્રેસ સમિતિની કચેરીને કબજે લેવા આવ્યા હતા. ૩૧-૭–૩ર ના રોજ રમેશ આશ્રમને હાલમાં કબજે લેવા ઈશ્વરલાલ ઝ. પટેલ અને બીજા ૧૨ સ્વયંસેવકોની ધરપકડ થઈ હતી. એમને જેલની તથા દંડની સજા થઈ હતી. ૨૨-૮-૩ર ના રોજ રુદ્રપ્રસાદ દેસાઈ તથા ગંગાશંકર પુરાણી અને છ જણને કાલેલમાંથી પંચમહાલ જિલ્લા પરિષદ કચેરીને કબજે લેવા પ્રયત્ન કરવા બદલ ધરપકડ અને કેદની સજા થઈ હતી. દાહોદમાં કાપડની દુકાને ઉપર પિકટિંગ કરનાર ઝીણાભાઈ આશાભાઈ, ખોડીદાસ હ. પટેલ વગેરેની ધરપકડ થઈ હતી. પત્રિકા વહેંચવા બદલ પાચ સ્વયંસેવકોને ત્રણ માસની સજા કરાઈ હતી. ૩૧-૮-૩ર ના રામનાથના મેળામાં અને મેડારના મેળામાં ગેરકાયદેસર
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy