SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં ૩૯ એ રાલેટ બિલ' વડી ધારાસભામાં રજૂ કરાયાં, પણ એમાંનું ખીજુ બિલ પડતું મુકાયું અને પહેલું પસાર કરાયું, જેનાથી ક્રાંતિકારી ગુનાઓ માટેને ન્યાય ન્યાયાધીશ નક્કી કરે અને એના પર અપીલ ન થઈ શકે એવી પ્રબળ સત્તા સરકારને પ્રાપ્ત થઈ. ગાંધીજીએ દેશભરમાં ફરીને લેાકમતને બરાબર કેળવ્યા અને એ રાલેટ કાયદા સામે દેશમાં ઉપવાસ પ્રાર્થના અને હડતાલ માટે અનુરાધ કર્યા. ૧૯૧૯ ની ૬ ઠ્ઠી એપ્રિલે દેશભરમાં આવા સત્યાગ્રહનું પાલન થયું. અહિંસાથી દેશના ઇતિહાસમાં નવા જ પ્રકરણને આરંભ થયા. સરકારે પુજાબને પસંદ કરી ત્યાં જુલ્મ અને દમન-નીતિ અપનાવી, પરિણામે કેટલાક હિંસાત્મક બનાવ બન્યા. ગાંધીજી દિલ્હી પહેાંચે એ પહેલાં સરકારે એમની ધરપક્ડ કરી, મુંબઈ લઈ જઈ છેાડી મૂકયા. F o ગાંધીજીની ધરપકડના સમાચાર સાંભળીને અમદાવાદમાં હુલ્લડ યુ., કેટલાક અંગ્રેજ અને દેશી અમલદારાનાં ખૂન થયાં, વીરમગામ અને નિડયાદમાં તાાન થયાં, સરકારી કચેરીએ બાળવામાં આવી, રેલવેના પાટા ઉખેડવામાં આવ્યા. સરકારે તાક્ાના અંગે તપાસ કરાવી અને નિડયાદ અમદાવાદ વીરમગામ વગેરેના લાંકા પર દંડાત્મક વેરા નાખ્યા. કલકત્તામાં પણ રમખાણુ થયું હતું, આથી ગાંધીજી મુંબઈથી અમદાવાદ આવ્યા. તાક્ાના માટે લોકોને ઠપકો આપી પ્રાયશ્ચિત્તરૂપે ૨૪ કલાકના ઉપવાસ કરવા સૂચના આપી અને એમણે છર ક્લાકના ઉપવાસ કર્યા. એ પછી મુંબઈ જઈ રાલેટ કાયદા સામેની લડત મેાકૂફ રાખી. અસહકારની લડત (૧૯૨૦–૨૨) ખિલાત ચળવળના પ્રશ્નમાં બ્રિટિશ સરકારે મુસ્લિમેાની માગણી અને લાગણીને ઠુકરાવતાં મુસ્લિમેા નિરાશ થયા હતા. ગાંધીજી અને કેંગ્રેસની ખિલાકૃત ચળવળમાં પૂરી સહાનુભૂતિ હતી અને એ પ્રશ્નમાં ગાંધીજીએ અસહકારનું આંદોલન ચલાવવાનું માન્ય રાખી કાર્યક્રમ જાહેર કર્યો હતા (૧૦ માર્ચ, ૧૯૧૯). લાકાતે અહિંસક રીતે કામ કરવાનું અને આત્મબળથી લડવાનું જણાવવામાં આવ્યું. ૬ ઠ્ઠી એપ્રિલથી આ સત્યાગ્રહ શરૂ થયેા. ૧૩ મી એપ્રિલે જલિયાનવાલા બાગ હત્યાકાંડને બનાવ બન્યા. અસહકારનું આંદોલન ૧ લી ઑગસ્ટથી શરૂ થયું. ગાંધીજી કૅૉંગ્રેસના બંધારણમાં રહીને લડત ચલાવવાની પદ્ધતિ છોડી દઈને અસહકાર અને સત્યાગ્રહના નવે માર્ગ અપનાવવા માગતા હતા તેથી કૅૉંગ્રેસની કલકત્તાની અસાધારણ ખેટક (સપ્ટેમ્બર, ૧૯૨૦)માં અસહકારના ઠરાવ પસાર કરાયેા. સરકારે અસહકારની ચળવળ પ્રત્યે પેાતાની નીતિ જાહેર કરી. કોંગ્રેસે એની ૧૯૨ ૦ ની નાગપુરની બેઠકમાં અસહકારના ઠરાવને અનુમેદન આપ્યું, О
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy