SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ આઝાદી પહેલાં અને પછી મહાગુજરાત માટેની લડત જેવી સ્વાતંત્તર ઘટનાઓના સમયે જનસત્તા' જેવાં દેનિકોએ લેકમતને પ્રેત્સાહન આપી લોકપ્રિયતા હાંસલ કરી, તે શાસક પક્ષની ઇતરાજને ભોગ બનનાર દૈનિકોને આર્થિક રીતે ઘણું નુકસાન વેઠવું પડયું. દેશી રાજ્યનું વિલીનીકરણ થતાં દેશી રાજાઓ સામેની પ્રજાકીય ઝુંબેશને અંત આવ્યો ને એ ઝુંબેશની હિમાયત કરનાર તેજસ્વી વૃત્તપત્રોના સ્થાને સ્થાનિક પ્રશ્નો પર ભાર મૂકતાં સામાન્ય વૃત્તપત્ર પ્રચલિત થયાં. પત્રકારત્વવિદ્યાના પ્રશિક્ષણને પ્રબંધ થયે તેમજ યાંત્રિક સાધનસામગ્રીની નીડર નીતિ અખત્યાર કરવી અને શાસક પક્ષના તથા સ્થાપિત હિતના કાવાદાવા સામે ઝઝૂમવું એ ગજગ્રાહમાં અખબારી સ્વાતંત્રયની આકરી કસોટી થતી રહી છે. આ કાલખંડના સામયિકોના સર્કયુલેશનમાં “અખંડઆનંદે વિપુલ કપ્રિયતા પ્રાપ્ત કરી. બાળકે સ્ત્રીઓ સાહિત્ય પુસ્તકાલય ઉચ્ચ-અભ્યાસ સંશોધન વૈદિક સામાન્ય જ્ઞાન અને ચિત્રપટને લગતાં સામયિકની સંખ્યા વધતી રહી. ધાર્મિક સામયિકેની સંખ્યામાં પણ ઠીક ઠીક ઉમેરે થતો રહ્યો. આ કાલખંડનાં અન્ય નવાં સામયિકમાં સંસ્કૃતિ' “મિલાપ' તથા 'પરબ' પણ સેંધપાત્ર છે. વૃત્તપત્રોમાંય ભાતભાતના વિષયોને ફરતી કટારો તથા પૂર્તિઓ દ્વારા વૃત્ત ઉપરાંત વિચારો તથા પ્રવાહને લગતી વિવિધ વાનગીઓ પીરસાવા લાગી. શિક્ષિત વર્ગનાં કુટુંબના દૈનિક જીવનમાં વર્તમાનપત્રોએ ચાના વ્યસન જેવું આવશ્યક સ્થાન પ્રાપ્ત કર્યું. સાધનસંપન્ન દૈનિકે વ્યાવસાયિક સ્પર્ધાને સામને કરી દૂર દૂરનાં નગર તથા ગામડાં સુધી સત્વર પહોંચી જવા લાગ્યાં. પાદટીપ ૧. આ વર્તમાનપત્ર તથા સામયિકની વિગતે માટે જુઓ ઉપર પ્રકરણ ૧, ખંડ ૫, પૃ. ૬ થી ૧૦. ૨. કપિલરાય મહેતા, “વૃત્તપત્રો', “ગુજરાત એક પરિચય” (ગુએપ), પૃ. ૩૨૩ ૩. એજન, પૃ. ૩રર ૪. ન. ભ. દીવેટિયા, “પરિષદપ્રમુખનાં ભાષણે', ભાગ ૧, પૃ. ૧૬૬ ૫. ભગવતીકુમાર શર્માનું “સ્વ. રમણલાલ શેઠ સ્મૃતિ વ્યાખ્યાનમાળા'માં “છેલ્લાં પચ્ચીસ વર્ષનું ગુજરાતી પત્રકારત્વ વ્યાખ્યાન ૧ અનુસાર છે. કપિલરાય મહેતા, ઉપર્યુંકત, પૃ. ૩ર૩ ૭. “જામે જમશેદ શતાબ્દી ગ્રંથ', ૧૯૩૨, પૃ. ૨૮૨
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy