SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રકારત્વ ૪૮૩ ૧૯૫૦ પછી ગુજરાતના પત્રકારત્વમાં દૈનિકને પ્રવેશ એ એક મહત્ત્વનું માપદંડ બની ગયો. આને કારણે અખબારી દુનિયાએ હરણફાળ ભરવા માંડી. નવી નવી ટેકનોલોજીને કારણે એની સમૃદ્ધિ અનેક રીતે વધી. સૌથી મોટી ઘટના તો કલમ ઉપરના બંધનને લેપ થયે તે બની. અખબારને અવાજ સત્તાવાહી બન્યો ૧૭ સ્વાતંત્ર્ય પછી –ખાસ કરીને ૧૯૫૪-૫૫ પછી – રાજકારણ અને સમાજજીવનમાં નવાં નવાં પરિવર્તન દેખાવા લાગ્યાં. એની અસર કેટલાંક સામાજિક મૂલ્યો અને નીતિમત્તાનાં ધોરણો ઉપર પણ પડી. પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદનના નીતિ-રીતિ રૂપ-રંગ વગેરેમાં પરિવર્તન આવશ્યક બન્યાં. પ્રથમના અખબારના ચોકકસ મિશનને કેંદ્રમાં રાખવાને બદલે વૃત્તપત્રે કમર્શિયલ બનતાં ગયાં. સમાચારને પોતાની રીતે મરેડવાની પદ્ધતિ આકાર લેવા લાગી. સામાજિક કે રાજકીય ઘટના અંગતરુચિ કે ખ્યાલ મુજબ પામવા લાગી. રાજકારણમાં ચકકસ નિશાન ઉપર ધ્યાન કેન્દ્રિત થવા લાગ્યું. શુદ્ધિ અને આચારની વાત બાજુ પર ખસવા લાગી. આની સાથેસાથ વૃત્તાંતનિવેદનની કલાનો વિકાસ આરંભાયે. રજૂઆત અને શિલી સાહિત્યિક સ્પર્શ પામી આકર્ષક રૂપ ધારણ કરવા લાગ્યાં. નવી કલમે અને નવા લેહીની ગતિશીલતાએ અખબારોને ન મરોડ આપ્યો. શિક્ષણ વિજ્ઞાન રાજકારણ અર્થકારણ સમાજજીવન જાહેરજીવન એમ વિવિધ દિશાઓ ખૂલતી ગઈ. એની સાથે પોલીસ કાર્ટ તેમ ભિન્ન ભિન્ન રાજકીય પક્ષોની વર્તમાનપત્રના પાને ચમકવાની વૃત્તિને વિકાસ થતો ચાલ્યો. પત્રકારત્વનું ધોરણ બદલાતા ભાષાશુદ્ધિને અભાવ, અનુચિત પ્રયોગો, ક્યારેક ઉતાવળાં કે પૂર્વગ્રહયુક્ત અનુમાન પ્રેરિત અહેવાલ જાયે અજાયે પિતાનું એક્કસ સ્થાન મેળવતાં ગયાં. સનસનાટીના મેહક નામ નીચે નંદલાતા સમાજજીવનની આહ સાંભળવાનું મુશ્કેલ બનતું ચાલ્યું.૧૮ ૧૯૫૦ માં ગુજરાતમાં ૧૬ દૈનિક વૃત્તપત્ર હતાં અને ૪૦ જેટલાં સાપ્તાહિક હતાં. એક દાયકા જેટલા સમય પછી ઈ. સ. ૧૯૬૦ ના આરંભમાં ૩૬ ગુજરાતી દૈનિકે પ્રગટ થવા લાગ્યાં હતાં. સમગ્ર દેશમાંથી પ્રગટ થતાં વૃત્તપત્રોમાં અંગ્રેજી હિન્દી અને ઉર્દૂ પછીનું પહેલું સ્થાન ગુજરાતી વૃત્તપનું આવે છે. આરઝી હકુમત માટેની લડતમાં પત્રકાર શ્રી શામળદાસ ગાંધીએ સક્રિય આગેવાની લીધી.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy