________________
૪૫૪
આઝાદી પહેલાં અને પછી પ્રભાસ પાટણનું સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ૧૯ (૧૯૫૧-૬૧) વગેરેને નિર્દેશ કરી શકાય આ કાલમાં બીજ નેંધપાત્ર મંદિરોમાં મોરબીનું મણિમંદિર૦, ઓડનું જાનકીદાસનું મંદિર", ધુવારણનું ધૂમેશ્વર મહાદેવ મંદિર, વલ્લભવિદ્યાનગરનું રામકૃષ્ણ મંદિર અને કારેશ્વર મંદિર, તાજપુરા(જિ. પંચમહાલ)નું નારાયણ મંદિર, વડોદરાનું ગીતા મંદિર", નડિયાદનું માઈ મંદિર૬ તેમજ કંડલાનું નિર્વાસિતેશ્વર મહાદેવનું મંદિર છ ગણાવી શકાય.
આ મંદિર પૈકી પ્રભાસનું સોમનાથ મંદિર અને મોરબીનું મણિમંદિર પ્રાચીન શૈલીએ રચાયાં છે, જ્યારે અમદાવાદનું ગીતામંદિર, ગાંધીધામનું ગાંધી અસ્થિ સમાધિમંદિર અને કંડલાનું નિર્વાસિતેશ્વર મંદિર તેમની વિશિષ્ટ રચનાને લઈને ખાસ ઉલેખપાત્ર બન્યાં છે.
સેમિનાથ મંદિરનું નવસર્જન એ અર્વાચીન ભારતના ઈતિહાસની વિરલ ઘટના છે. ભૂતકાળમાં વારંવાર ખંડિત થયેલું આ મંદિર ખંડેર હાલતમાં ઉપેક્ષિત પડ્યું હતું અને ભાવિકે તેનાથી થોડે દૂર આવેલા અહલ્યાબાઈ હેળકરે બંધાવેલા મંદિરની યાત્રા કરતા હતા. આઝાદી બાદ સરદારે ઉપેક્ષિત મંદિરને લક્ષમાં લઈ ત્યાં નવું મંદિર કરવાને સંક૯પ કર્યો. ૧૩-૧૧-૧૯૪૭ ના રોજ અર્થાત વિ.સં. ૨૦૦૪ ના કાર્તિક સુદિ એકમે-બેસતા વર્ષે સરદારે પ્રભાસ જઈ સોમનાથના ખંડિત દેવાલયની સમીપે સમુદ્રતટે જઈ સમુદ્રજળ હાથમાં લીધું ત્યારે ત્યાં ઉપસ્થિત રહેલ જામસાહેબ દિગ્વિજયજીએ જાહેર કર્યું કે “ભારતની સરકાર સેમિનાથ મંદિરનું નવનિર્માણ કરવા અને તિલિંગની સ્થાપના કરવા ઠરાવ કરે છે. આ કામ માટે જામસાહેબના અધ્યક્ષપદે સોમનાથ ટ્રસ્ટ સ્થપાયું અને તેના આશ્રયે મંદિરના નવનિર્માણની યોજના હાથ ધરવામાં આવી. ૨૮ તેના સ્થપતિ તરીકે શ્રી પ્રભાશંકર સોમપુરાને જવાબદારી સોંપાઈ. શ્રી ક. મા. મુનશી, શ્રી શામળદાસ ગાંધી અને બીજા અનેક આગેવાનોએ આ કાર્યમાં સાથ આપે. સોમનાથના જૂના મંદિરને તોડી પાડીને એ જ જગ્યાએ નૂતન મંદિર કરાતું હોઈ કેટલીક સંસ્થાઓએ જૂની ઇમારતને તેડી પાડવા સામે વિરોધ કર્યો, પણ વાંધા અમાન્ય રખાયા અને તા. ૧૯-૪-૧૯૫૦ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યના પંતપ્રધાન શ્રી ઉછરંગરાય ઢેબરે ખનનવિધિ કર્યો. તા. ૮-પ-૧૦ ના રોજ જામસાહેબ દિગ્વિજયજીના વરદ હસ્તે શિલાન્યાસ વિધિ થયે, તા. ૧૧-૫-૫૧ ના શુભ દિને તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રબાબુના શુભ હસ્તે તિર્લિંગની પ્રતિષ્ઠા થઈ અને ઈ. સ. ૧૯૬ર માં કૈલાસ-મહામેરુ-પ્રાસાદ' રૂપે એ ભવ્ય મંદિર પૂર્ણ પણે બંધાઈ રહ્યું. ૨૯