SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧૩ ૧. સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલાઓ ૧. સ્થાપત્ય અને શિલ્પ (અ) ધાર્મિક સ્થાપત્ય ધાર્મિક સ્થાપત્યને ક્ષેત્રે આ સાડા ચાર દાયકાના સમયમાં ભારે વધારો થયો. સેંકડો જૂનાં દેવાલય જીર્ણોદ્ધાર પામ્યાં અને નવાં મંદિર પણ ઘણી મોટી સંખ્યામાં બંધાયાં. હિંદ મંદિર આ કાલમાં ઘણું કરીને દેરી સ્વરૂપે તેમ કેટલાંક ગુજરાતમાં પ્રચલિત નાગર શૈલીની શિખર પદ્ધતિએ રચાયાં. આ મંદિરોમાં બહુધા એક કે ત્રણ ગર્ભગૃહ, તેની સન્મુખ ખુલે તંભયુક્ત મંડપ, ગર્ભગૃહ અને મંડપને જોડતા અંતરાલ અને મંડપમાં પ્રવેશવા માટે નાને મુખમંડપ (ચોકી), ગર્ભગૃહની ઉપર ઊંચું રેખાન્વિત શિખર અને મંડપ ઉપર બેઠા ઘાટાને ઘૂમટ કરેલે નજરે પડે છે. હિંદુ મંદિરોને જીર્ણોદ્ધાર ઘણા મોટા પાયા પર થયે. આ કામ માટે કેટલાંક સ્થળોએ લોટરી બહાર પાડીને ફંડ એકત્ર કરવામાં આવતું. નવાં બંધાયેલાં મંદિરોમાં થાન પાસેનું નવું સૂરજ દેવળ (ઈ.સ. ૧૯૧૪), સાળંગપુર (તા. ધંધુકા, જિ. અમદાવાદ)નું સ્વામિનારાયણ મંદિર (૧૯૧૬), પીપાવાવ (જિ. અમરેલી)નું રણછોડજી મંદિર (૧૯૨૦), આહવા(જિ. ડાંગ)નું મહાદેવ મંદિર (૧૯૨૪), કરનાળી(જિ. વડોદરા)નું ગાયત્રી મંદિર' (૧૯૨૪), અમદાવાદનું ઘીકાંટામાં આવેલું રામદેવપીરનું મંદિર (૧૯૨૮), ખંભાતનું સ્વામિનારાયણ મંદિર, (૧૯૩૨), ગોંડળનું સ્વામિનારાયણ મંદિર (૧૯૩૪), ખંભાતનું લક્ષ્મીનારાયણ મંદિર (૧૯૩૭) તથા ત્યાંનું કારેશ્વરનું મંદિર (૧૯૪૦), અમદાવાદનું ગીતા મંદિર° (૧૯૪૧), લેદ્રા(જિ. મહેસાણા)નું બાલા હનુમાનનું મંદિર ૧૧ (૧૯૪૨), મણિનગર (અમદાવાદ)નું સ્વામિનારાયણ મંદિર ૨ (૧૯૪૪), ગઢડાનું સ્વામિનારાયણ મંદિર ૩ (૧૯૪૫), સુરતનું ગીતાજ્ઞાન મંદિર ૧૪ (૧૯૪૫), અમદાવાદનું વેદ મંદિર૫(૧૯૪૭-૪૮), ગાંધીધામ(કચ્છ)નું ગાંધી અસ્થિ સમાધિ મંદિર૬ (૧૯૪૮), અટલાદરા(જિ. વડોદરા)નું સ્વામિનારાયણ મંદિર ૧૭ (૧૯૫૧), મણિનગર(અમદાવાદ)નું રાધાવલ્લભનું મંદિર ૧૮ (૧૮૫૭) તેમજ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy