SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ આઝાદી પહેલાં અને પછી જાડેજીમાં કવિતા ખેડાઈ છે, ગદ્યસાહિત્યને હજી વિકાસ થયો નહેાતા. કચ્છના મુરારિ લાલજી વ્યાસ ‘નિર’જન કવિ' (ઈ. સ. ૨૦ મીના પૂર્વા`) ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. મૂ`જી માતૃભૂમિકે નમન' એ કચ્છી રાષ્ટ્રગીત એમની ઉમદા રચના છે. એક ખીન્ન વિદ્વાન નળિયાના માસ્તર લાલજી નાનજી જોશી (ઈ. સ. ૧૮૮૨–૧૯૨૩) થઈ ગયા છે. એમનું કચ્છ જો કુરુક્ષેત્ર (ઝારા)' કચ્છીનુ સુંદર ઇતિહાસકાવ્ય છે. કચ્છીભાષાનું વ્યાકરણ’ ‘શબ્દાશ’, ૬૨ જેટલાં નાટક, ‘વ્યાખ્યાનદર્શક’ એમણે કચ્છીમાં લખ્યાં છે, જે હુછ અપ્રસિદ્ધ છે. દુલેરાય લખાભાઈ કારાણી કચ્છી ગુજરાતી અને હિંદીના પણુ સારા કવિ ઉપરાંત સંશાધક છે. ‘વતનજી વાણી' (૧૯૪૮) એમની તેાંધપાત્ર રચના છે. એમણે ‘કચ્છનાં રસઝરણાં' (૧૯૨૮), ‘કચ્છના કલાધર’—ભાગ ૧, ૨ (૧૯૫૦, ૧૯૫૨), કચ્છના સંતા અને કવિએ’—ભાગ ૧ (૧૯૫૯) રચનાએ ગુજરાતી માધ્યમથી કચ્છી વિશે છે. સિધી૨ ૧૯૪૭ ના ભારત-પાકિસ્તાનના ભાગલા પછી સિંધના કેટલાક ખ્યાતનામ લેખકે-કવિએ કચ્છ-ગુજરાતમાં આવીને વસ્યા તેએમાંના પ્રથમ કક્ષાના રાષ્ટ્રસેવક અને કવિ-લેખકંદરાજ દુખાયેલ છે. એ વમાનપત્રકાર પણ હતા. સિધીમાં ધરતી માતા' સાપ્તાહિક એ ચલાવતા હતા. ટૂંકી વાર્તાઓના આ લેખકે ગીતા' ‘ભજને' દેહાએ' ‘ખેરીએ' અને 'ગઝલ'ના સાત સ ંગ્રહ સંગીતમ’જરી' શીર્ષીક નીચે પ્રસિદ્ધ કર્યા તેમ ગીતસંગ્રહેાની શ્રેણી ‘સંગીતવાર્તા’ શી થી પ્રસિદ્ધ કરેલી. આધાતા સહન કરતાં કરતાં આવેલા સિંધી સાહિત્યકારાની રચનાઓમાં આક્રોશ અને વિવશતાનાં દર્શન થાય છે. ઇંદ્ર ભાજવાણીએ દાહા અને સારઠાઆમાં સમગ્ર સિ ંધી સમાજની તત્કાલીન સ્થિતિનું ચિત્રણ મૂ કર્યું. માતૃભૂમિ સિંધની સ્મૃતિ' ‘માતૃભૂમિથી વિસ્થાપિત થયાનો વિડંબના' ‘પુન’સવાટ માટેના પુરુષાર્થ' ‘દરિદ્રતા' ‘સામાજિક અસમાનતા' વગેરે વિષયાને એમની કવિતામાં વાચા અપાઇ છે. અર્જુન ‘હાસિદે’ એ જ ભાવે ગઝલામાં મૂર્ત કર્યા છે. એ દુઃખદ વાતાવરણમાંથી પસાર થતા અન્ય લેખકોએય એ પ્રકારની રચનાએ આપી છે. સિંધી વ્યાકરણના લેખક રામદાસ બિશનદાસ લાખાણીએ કાવ્ય તેમ સામાજિક વાર્તા સાથે સભ્યતા દેશભક્તિ વગેરે વિષયા ઉપર લેખા અને નિબધા પશુ લખ્યા હતા. હાસારામ શર્મા ‘પિયા'એ સામાજિક અસમાનતા અને રાજકીય
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy