SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય ૩૪૩ “જ્ઞાનસુધા' બંધ થઈ ગયું, આનંદશંકર ધ્રુવનું “વસંત” થાકવા લાગ્યું હતું, પણ મટુભાઈ કાંટાવાળાનું સાહિત્ય તથા ગુ. વ. સોસાયટીનું મુખપત્ર બુદ્ધિપ્રકાશ' નવી હવાને સ્પર્શ અનુભવતાં હતાં. બળવંતરાય ઠાકોર હસ્તકની ગુજરાતી સાહિત્ય પરિષદની ભંડોળ સમિતિ કેટલાંક ઉપયોગી સાહિત્યપ્રકાશન કરતી જતી હતી. સાહિત્યક્ષેત્રે નવી કૃતિ દેખાડતા કનૈયાલાલ મુનશીએ મુંબઈમાં સ્થાપેલી સાહિત્યરસિકે અને લેખકેની “સાહિત્યસંસદી વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિ સાથે “મધ્યકાળને સાહિત્યપ્રવાહ જેવાં નેધપાત્ર પુસ્તક પ્રગટ કરવા લાગી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદનું તંત્ર ઠાકોર પછી મુનશી હસ્તક આવ્યા બાદ અને એનું બંધારણ રચાયા પછી એણેય પિતા તરફથી પુસ્તકે પ્રગટ કરવા માંડ્યાં. ગલિયારા પારિતોષિકો પછી ગુજરાત સાહિત્ય સભાઅમદાવાદે “રણજિતરામ સુવર્ણચંદ્રકથી સાહિત્યકારોને સંમાનવા માંડ્યા. એ સભાએ વાર્ષિક ગ્રંથ-સમીક્ષાનું રણજિતરામે શરૂ કરી ચીધેલું કાર્ય હાથ ધરી એ તથા ગુજરાતનું પાટનગર : અમદાવાદ જેવાં પુસ્તકોનું પ્રકાશન આરંભ્ય. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(જેણે નવી હવામાં ગુજરાત વિદ્યાસભા' નામ સ્વીકાર્યું )એ પિતાની સાહિત્યપ્રકાશન-પ્રવૃત્તિઓને વેગ વધારી રમણભાઈ પછી નરસિંહરાવ, કેશવલાલ ધ્રુવ આનંદશંકર ધ્રુવ અને વિદ્યાબહેન નીલકંઠના લેખ ગ્રંથસ્થ કરી પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવા સાથે નર્મદાશંકર મહેતાના અખાની વેદાંતી કવિતાનાં તથા ઉપનિષદ-વિચારણનાં પુસ્તક પ્રગટ કર્યા. એના અંગભૂત ભે. જે. વિદ્યાભવનમાં ઈતિહાસ ને સંશોધનનાં પુસ્તક પણ પછી પ્રગટ થવા લાગ્યાં. એવું જ મધ્યકાલીન સાહિત્યની કેટલીક કૃતિઓનાં સંશોધન-સંપાદન– પ્રકાશનનું ઉપયોગી કાર્ય મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પણ કર્યું. હિંદુ ધર્મ અને તત્વજ્ઞાનના પાયાના ગ્રંથ “ભગવદ્ગીતાને સાવ સસ્તી કિંમતે પ્રજાના ઘર ઘરમાં પહોંચાડવાના સદાશયથી “સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય શરૂ કરનાર ભિક્ષુ અખંડાનંદે પ્રકાશન–પ્રવૃત્તિ વ્યાપક પ્રમાણમાં વિસ્તારી પ્રજાને રામાયણ ભાગવત મહાભારત ગવાસિષ્ઠ જેવા ધર્મગ્રંથના ગુજરાતી અનુવાદ, અખો પ્રીતમ ગિરધર આદિ મધ્યકાલીન કવિઓની કૃતિઓ, ચરક ને સુશ્રુતના વૈદ્યકઝથેના અનુવાદ, ચૈતન્ય રામકૃષ્ણ–પરમહંસ વિવેકાનંદ રામતીર્થ આદિ મહાત્માઓનાં ચરિત્રને ઉપદેશ અને એવું તે ઘણું બેધક સાહિત્ય સસ્તી કિંમતે પહચાડયું. ગૂજરાત વિદ્યાપીઠ અને પુરાતત્વ મંદિરનાં તેમજ નવજીવન પ્રકાશન મંદિરનાં પ્રકાશને સાથે સૌરાષ્ટ્ર કાર્યાલયનાં મેધાણી-સંપાદિતલિખિત પુસ્તક, રાષ્ટ્રિય શિક્ષણની સંસ્થા દક્ષિણામૂર્તિ વિદ્યાથી—ભવનનાં
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy