SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ર. આઝાદી પહેલાં અને પછી સત્યાગ્રહના ઇતિહાસનાં તેમજ મિસર આયર્લેન્ડ હંગેરી કોરિયા વગેરે દેશોના મુક્તિસંગ્રામના ઇતિહાસનાં પુસ્તકો અને “યેરવડાના અનુભવ” (ગાંધીજી), ઈન્સાન મિટા દૂગા' (શ્રીધરાણી), “જેલ-ઑફિસની બારી” (મેઘાણી), “ઓતરાદી દીવાલે' (કાલેલકર), બંદીઘર' (દર્શક) વગેરેના જેવું જેલજીવનનું સાહિત્ય ૧૦ આપણા સ્વરાજ્ય સંગ્રામને અને પરોક્ષ રીતે એના સેનાનાયક અને પ્રેરક ગાંધીજીને આભારી છે. ગાંધીજીએ દરિદ્રનારાયણની તથા ગામડાંઓની સેવા ઉપર ભાર મૂકવાને પરિણામે એમની ગ્રામોદ્વાર અને અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિઓ ગ્રામસેવા અને અસ્પૃશ્યતાનિવારણને લક્ષતી નવલકથાઓ સરજાવી છે. સાહિત્યકારોની સહાનુભૂતિનો પ્રદેશ વિસ્તરતાં સાહિત્ય વધુ જીવનલક્ષી બનતું ચાલી વિશેષ પ્રમાણમાં જનતાભિમુખ બન્યું. ઉજળિયાત મધ્યમવર્ગનાં શ્રીમંત ભણેલાં ને શહેરી પાત્રોને બદલે વર્ષો સુધી સાહિત્યમાં ઉપેક્ષિત જેવાં રહેલાં ગરીબ અભણ નીચલા થરનાં અને ગામડાંઓનાં માનવીએ એમના ભૌગોલિક પ્રદેશ, સમાજગત તથા વ્યક્તિગત જીવનવ્યવહાર, નિત્યનાં તેમ આસમાની-સુલતાની, સુખદુઃખ, જીવનમાં ઊભા થતા પ્રશ્નો, સ્વભાવ સંસ્કાર રહેણી-કરણું બેલી વગેરે સાથે સાહિત્યમાં નિરૂપિત થવા લાગતાં સાહિત્યને વિષયભૂત જીવનપ્રદેશ ધરતીનાં છોરુ અને નીચલા મધ્યમવગી તેમજ શ્રમજીવી સમાજ સુધી વિસ્તરતો થયો. આ વલણને મદદ કરવા આવતા હોય તેમ ગામડાંઓ ને ગ્રામજીવનને અનુભવ મેળવીને આવેલા સંદરમ' ઉમાશંકર પન્નાલાલ પેટલીકર મડિયા ચંદરવાકર જેવા નવલહિયા લેખકે પણ મેઘાણું પછી ગુજરાતને મળ્યા છે. ૧૧ સાહિત્યમાં આમ નવું લોહી આવતું થયું એ પણ ગાંધીજીએ ઊભી કરેલી હવાને ઘણે અંશે આભારી ગણી શકાય. ચાલ શતકના આરંભથી અને એના બીજા દસકામાં પ્રથમ વિશ્વયુદ્ધના અને ગાંધીજીની ભારતવર્ષની સેવાના આરંભ પછી વિશેષ વેગથી દેશમાં જે નવું ચેતન સ્કૂરવા લાગ્યું હતું તેનું ગાંધી-પ્રભાવ સાથે સમાંતરે સમ-સમયે દેખાવા માંડેલું પરિણામ એ હતું. ઇદુલાલ યાજ્ઞિકના “નવજીવન અને સત્ય માસિકની સંજ્ઞામાંથી ‘નવજીવન’ શબ્દને પસંદગી આપી, એને સાપ્તાહિક બનાવી ગાંધીજી એના તંત્રી બન્યા તે પછીના દસકામાં ગુજરાતમાં ઊભાં થયેલાં માસિકમાં “ચેતન ગુજરાત' “નવચેતન” “કુમાર” “પ્રસ્થાન' જેવાં નામ પણ ગુજરાતમાં શરૂ થયેલ નવજીવનમાં અને વિકાસોત્સાહનાં દ્યોતક નથી? એ સાહિત્યક્ષેત્રે પણ દેખાવા માંડેલી નવી સરકૃતિનાં નિર્દેશક છે. પ્રાર્થનાસમાજનું
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy